સ્થિતિ ક્ષમતા સહિતના મુદ્દે ૧૧ ઉદ્યોગોના એસોસિએશનની બેઠક મળી
દેશભરમાં અત્યારે ચીનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ચીનની વસ્તુઓનો પણ બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. આજે ૧૧ ઉદ્યોગોના એસોસિયેશનની બેઠક મળી હતી. બેઠકમાં ચીન વિરૂદ્ધ રણનીતિ ઘડવામાં આવી હતી. સસ્તી વસ્તુ અને ટેકનોલોજીયુક્ત વસ્તુ આપવા માટે રાજકોટના ઉદ્યોગકારોએ ઔદ્યોગિક સ્ટ્રાઈકની તૈયારી કરી છે.
રાજકોટ એન્જિનિયરિંગ એસોસિયેશન, શાપરવેરાવળ એસોસિયેશન, રાજકોટ ચેમ્બર, ઉપરાંત કાસ્ટિંગ, ફોર્જિંગ, ડીઝલ એન્જિન અને સ્પેરપાર્ટસ,મશીન ટુલ્સ, કિચનવેર, હાર્ડવેર, એગ્રિકલ્ચર ઈક્વિપમેન્ટ, એર કમ્પ્રેસર એન્ડ સ્પેરપાર્ટસ, સબમર્સિબલ પમ્પ,ફૂડ પ્રોસેસિંગ મશીન, પેકેજિંગ, બેરિંગ એન્ડ બુશિંગ, ઈલેક્ટ્રિક મોટર્સ એન્ડ સ્પેરપાર્ટસ, વાયર એન્ડ કેબલ, જેમ્સ એન્ડ જ્વેલરીના ઉદ્યોગકારો અને વેપારીઓ આજે બેઠકમાં જોડાયા હતાં.
રાજકોટના ઉદ્યોગકારોમાં કોઠસૂઝ અને આવડત બન્ને છે. હરિફાઈમાં ટકી રહેવા માટે ઉદ્યોગકારો અને નાના વેપારીઓ ચાઈનાની વસ્તુ વધુ વપરાય છે. પણ ચીનની હરકતને કારણે હવે દરેક ઉદ્યોગકારોએ પોતાનો નિર્ણય બદલ્યો છે.
સ્વનિર્ભર બની વધુ રોજગારી ઉભી કરવા ચર્ચા થઇ: પરેશભાઇ વાસાણી
રાજકોટ એન્જી. એસોસીએશનના પ્રુમખ પરેશભાઇ વાસાણીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી દ્વારા જે રીતે આત્મ નિર્ભરની જાહેરાત કરવામાં આવી છે તેમાં એમ.એસ. એમ.ઇ. ઉઘોગએ અપેક્ષાઓ બાબતે અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન ની મીટીંગ યોજાઇ છે. મીટીંગમાં હાલ ઉ૩ોગોને કેવા પ્રકારની મુશ્કેલીઓ આવે છે તેમજ સરકાર તરફથી કેવા પ્રકારની સહાય મળવી જોઇએ અને ચાઇનીઝ પ્રોડકટનો કેવી રીતે બહિષ્કાર થાય તેમજ સ્વનિર્ભર બની વધુ રોજગારી આપી એમ.એસ. એમ.ઇ. ઉઘોગ વધુ આગળ વધે તે માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી.
ઇન્ડસ્ટ્રીયલ લેવલે પણ ચીનની આગળ નીકળવા તૈયારી: રમેશભાઇ ટિલાળા
શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીગલ એસોસીએશનના પ્રમુખ રમેશભાઇ ટીલાળાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજની મીટીંગ ચાઇનાની પ્રોડકટ વાપરવાની બંધ કરવી એટલું જ નહી પરંતુ ચાઇના ઇન્ડીસ્ટ્રીયલ લેવલ કઇ રીતે આગળ આવ્યું તે માટે પણ વિચારવામાં આવ્યું હતું. તેના ભાગરુપે સરકારને પણ ઘણા સુચનો કરવામાં આવ્યા છે. જી.એસ.ટી. ઇન્પોટ ડયુટીમાં ફેરફાર અંગે રજુઆત સરકારને કરવામાં આવશે. ચાઇનાનો વિરોધ કરવા કરતા ચાઇનાની અવેજી કેવી રીતે પુરી શકીએ તે વિશે કામ કરવું જોઇએ અને આ મામલે સરકારનો પણ સહકાર મેળવવો જોઇએ. આજની મીટીંગનો મુખ્ય હેતુમાં રાજકોટ એન્જીનીયરીંગ એસોશીએશન અને ચેમ્બર ઓફ કોમર્સની અગ્રમતામાં ડેટા ભેગા કરી સરકારમાં રજુઆત કરવામાં આવશે. ચાઇના કવોલીટી ભાવ પ્રમાણે આપે છે જયારે ભારતની કોઇ પ્રોડકટની કવોલીટી સારી હોવાથી તેમના ભાવ ઉંચા હોય છે. સરકાર તેમને ડયુટીમાં ડ્રો બેક આપતી હોય છે. તેમજ ઇલેકટીક બીલમાં પણ રાહત આપતી હોય છે. માટે આપણે ચાઇનાની અવેજી પુરવા માટે સરકારના સહયોગની જરુર રહેવાની છે. અમે સરકારેને પણ ખુબ જ ભારપૂર્વક રજુઆત કરવાના છીએ સામે સરકારનું પણ હકારાત્મક વલણ છે. શરુઆતમાં જો વાત કરીએ તો ઘણી પ્રોડકટમાં જીએસટીના પ્રશ્ર્નો છે. ઇનપુટ ડયુટીના પ્રશ્ર્નો છે ડમ્પીંગ ડયુટી જેવી અનેક પ્રશ્ર્નો થતા હોય છે. લેબલ લેવલમાં ઇન્ફ્રાસ્ટ્રકચર, પાણી, ઇલેકટ્રીક બીલ જેવી વસ્તુઓમાં સરકારે સહયોગ આપવો જોઇએ. લેબર કોસ્ટ આપણે ત્યાં વધારે છે. રાજકોટ લેબલ કોસ્ટમાં થોડું મોંધુ છે. છતાં ટ્રેઇન માણસો મળતા નથી ત્યારે સરકારે ટ્રેનીંગ સેન્ટરો પણ શરુ કરવા જોઇએ.
સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓ સાથે મળી ચીન સામે ઉભા રહેશે: જયંતિભાઇ સરધારા
લોથડા પડવળી ઇન્ડિસ્ટ્રીયલ એશોશિએશનના પ્રમુખ જયંતિભાઇ સરધારાએ અબતક સાથે વાતચીતમાં જણાવ્યું કે રાજકોટના લીડીંગ એશોશિએશન ચેમ્બર ઓફ કોમર્સ એન્જીનીયરીંય એશોશીએશન તેમજ તમામ એશોશિએશનના પ્રમુખો તેમજ હોદ્દેદારોએ મળીને કોરોના પછી સરકારે આત્મનિર્ભર અને એકસપોર્ટ કેમ વધે તે બંન્ને મુદ્દાઓ પર ભાર મુકયો છે. ત્યારે તેની વધુને વધુ લાભ રાજકોટ તેમ બે તેના માટે પ્રોડકટઓમાં શું જરૂર છે. લેબરને દેનિંગની જરૂર છે. ઉદ્યોગ કોરોને કોસ્ટ કેમ નિચી રહે અને એકસપોર્ટ વધે તે બધા મુદ્દાઓ માટેની ચર્ચા કરવાની મીટીંય યોજાઇ હતી. સરકાર અને ઉદ્યોગપતિએ મળી કેવી રીતે ચાઇના સામે ઉભા રહીએ અને બિજા દેશોમાં એકસપોર્ટ કેવી રીતે વધી શકે તે માટેની મીટીંગ યોજાઇ હતી. લોકો ભુલે તે પહેલા આપણે શરૂઆત કરી દઇએ અને એકસપોર્ટ કેવી રીતે વધે તે માટે સરકારોના સહકાર લઇને નિયમોમાં કેવા ફેરફારો લાવવા તેમજ કેવી રીતે ઉદ્યોગને વધુ ફાયદો થાય તેવું મારૂ માનવું છે.
ચીનની પ્રોડકટનાં બહિષ્કારના જમા ઉધાર પાસાની ચર્ચા થઈ: વી.પી. વૈષ્ણવ
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે દરેક જગ્યાએ એક જ ચર્ચા ચાલે છે કે ચાઈનીઝ પ્રોડકટનો બહિષ્કાર કેવી રીતે કરવો તે અનુસંધાને તેના જમા ઉધાર બંને પાસા વિચારી કેવી રીતે કરવું ખાસ કરીને રાજકોટ સૌરાષ્ટ્રની ઈન્ડસ્ટ્રી એ એમએસએમઈની સૌથી વધુ ઈન્ડસ્ટ્રીઝ ધરાવે છે. ત્યારે બધા એસોસીએશન સાથે મળીને વિચાર કર્યો કે ચાઈના સાથેની આ લડતમાં ગુજરાતનો સિંહ ફાળો હોય તે માટે શું કરવું તે માટેની મીટીંગ યોજવામાં આવી હતી. સરકાર આ માટે કેવી સહાય આપી શકે. સરકારે ૨૦ લાખ કરોડના બજેટમાં ૩ લાખ કરોડ એમએલએમઈને ફાળવવામાં આવ્યા છે. તો વ્યવસ્થીત પ્લાનીંગથી સૌરાષ્ટ્રની ઉદ્યોગકાર કેવી રીતે ઉપયોગ કરી શકે અને ચાઈનાનો વધતો જવાબ કેમ આપે તે માટેની આજની મીટીંગ હતી.