સમાજ નાની નાની બાબતમાં પરણીતાઓ પર સાસરીયાઓ સીતમ ગુજારતા હોવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ત્યારે રાજકોટમાં વધુ ત્રણ પરણીતાએ પતિ સહીતના સાસરીયાઓ સામે ત્રાસ આપતા હોવાની મહીલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. જેમાં ઉઘોગપતિએ પત્નીને બે બાળકો સાથે કાઢી મુકતા નોંધારી બનેલી પરણીતા બે બાળકો સાથે મહેલ છોડી ઝુપડા જેવા મકાનમાં સ્થાઇ થઇ પોતાનું અને પોતાના બે બાળકોનું જાતે ગુજરાન ચલાવી રહી હોવાની હકીકત પ્રકાશમાં આવી છે.
શહેરમાં પરિણીતાઓને ત્રાસ આપતા હોવાની આવી ત્રણ ઘટના નોંધાઇ
બીજી બે ઘટના વાંચવા અહી ક્લિક કરો
સીઝેરીયન કેમ આવ્યું, નોર્મલ ડીલેવરી કેમ ન કરી..? મહિલા પર પતિ સહિત સાસરિયાં પક્ષનો ત્રાસ
મહીલા પોલીસ દફતરેથી જાણવા મળતી વિગત મુજબ ઘંટેશ્ર્વર રપ વારીયા કવાર્ટરમાં રહેતી હેતલબેન વિશાલ લોટીયા (ઉ.વ.39) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કાલાવડ રોડ હરીહર સોસાયટીમાં રહેતા પતિ વિશાલ નટવરલાલ લોટીયા, જેઠ નીમીષભાઇ લોટીયા, જેઠાણી સીમાબેન લોટીયાના નામ આપ્યા છે.
ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે હેતલબેનના લગ્ન 16 વર્ષ પહેલા કોટન મીલના માલીક વિશાલ લોટીયા સાથે થયા હતા અને લગ્ન બાદ નાની-નાની બાબતમાં પતિ, જેઠ અને જેઠાણી ટોર્ચર કરવા લાગ્યા હતા. પરંતુ આવનારા દિવસોમાં સારુ થઇ જશે તેમ વિચારી પરણીતા મુંગે મોઢે સહન કરી લેતી હતી. ઘરમાં થતી રકઝકના કારણે યુવતિ પતિ સાથે અલગ રહેવા ગઇ હતી. જયાં એક બાળકને જન્મ આપ્યો હતો.
ત્યારબાદ યુવતી બીજીવાર સર્ગભા થતાં પતિ અને સાસરીયા દ્વારા બીજુ બાળક નથી જોતું તેમ કહી ત્રાસ આપવા લાગ્યા હતા બાદમાં ફેબ્રુઆરી 2020ના પરણીતાને તેના બન્ને બાળકો સાથે મહેલ જેવા બંગલામાથી પહેરેલ કપડે કાઢી મુકી હતી. પતિ દ્વારા તરછોડાયેલી ઉઘોગપતિની પત્ની હેતલબેનને ઘંટેશ્ર્વર રપ વારીયામાં મકાન ભાડે રાખી ઘર પાસે દુધ, દહીં, છાશની અને નાસ્તાની દુકાન શરુ કરી પોતાનું તેમજ બે બાળકોનું ભરણપોષણ કરી રહી છે.