104 ઇમરજન્સી અને સંજીવની ધન્વંતરીવાહનોની સંખ્યા વધારતી મહા નગરપાલિકા
104 ઇમરજન્સીમાં 10 વાહનોનો વધારો, સંજીવની રથમાં 48નો અને ધન્વંતરી રથ માટે 63 વાહનો વધારાયા
કોરોનાની મહામારીથી સૌ કોઇ ચિંતિત છે. ત્યારે રાજકોટમાં કોરોનાનો કાળો કહેર વતોય રહ્યો છે. દિન પ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધી રહ્યું કોરોનાથી દર્દીઓના મૃત્યુની સંખ્યાપણ વધી રહી છે. ત્યારે તંત્ર કોરોનાને રોકવા માટે પૂરતા પ્રયાસો કરી રહ્યા છે. મહાનગર પાલિકા દ્વારા સંજીવની રથ, ધન્વંતરી રથ, 104ની સેવા લોકો માટે પૂરી પાડવામાં આવી રહી છે. તે દર્દીઓ માટે આશ્ર્વાસનરૂપ બની રહી છે.હાલ 104ના વાહનોની સંખ્યા 36 છે 10નો વધારો કરી 46 વાહનો કરવામાં આવશે. જયારે સંજીવની રથની સંખ્યા 27 હતી. જેમાં 48નો વધારો કરી 75 કરવામાં આવનાર છે. ધનવંતરી રથની સંખ્યા 48 હતી. જેમાં 63નો વધારો કરવામાં આવતા 111 કરવામાં આવનાર છે.
જેના થકી વધુમાં હોમ આઇઓલેશન સારવાર હેઠળ રહેલા દર્દીઓનું નિયમિત ચેકઅપ સરળતાથી થઇ શકે. જેમાં દર્દીનું ઓકિસજન લેવલ, ટેમ્પરેચર, પલ્સ જેવી ચકાસણી કરવામાં આવે છે. જે 104ના વાહનો ધનવંતરી રથ, સંજીવની રથમાં મહાનગર પાલિકા દ્વારા વધારો કરવામાં આવશે જેથી હોમ આઇસોલેશન દર્દી ચેકઅપ સરળતા પૂર્વક થઇ શકે.