- રાજ પેલેસ નજીક જ અંકિત સીરાએ અજાણી જગ્યા રાખી હતી, જ્યાં લેપટોપ સહિતના છૂટા દસ્તાવેજો છુપાવ્યા’તા
રાજકોટ આવકવેરા વિભાગની ટીમ દ્વારા જે સરચ ઓપરેશન બિલ્ડર લોબી ઉપર હાથ ધરવામાં આવ્યું હતું તેમાં ટીમને ધારી સફળતા મળી છે. આવકવેરા વિભાગ દ્વારા જે લેપટોપ માટે શોધખોળ હાથ ધરી હતી તે લેપટોપ મોડી રાત્રે આવકવેરા વિભાગના હાથે લાગ્યું છે જેમાં અંકિતસિરા સાથે તેના મિત્રની પણ સંડોવણી ખુલી છે. મળતી માહિતી મુજબ રાજ પેલેસ ખાતે રહેતા અંકિત સીરાએ તેના વિસ્તારથી નજીક જ એક અજ્ઞાત જગ્યા રાખી હતી જ્યાં અંકિત પોતે અને તેનો મિત્ર અવારનવાર જતા હતા અને લેપટોપ ને ઓપરેટ કરતા હતા. હાલ આવકવેરા વિભાગ દ્વારા જે તમારી બોલાવવામાં આવી તેમાં વિભાગના અધિકારીઓ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી અને દરેક પાસાઓને ધ્યાને લેવામાં આવ્યા હતા.
હાલ અડધો અડધ જગ્યા ઉપર સર્ચ ઓપરેશન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે ત્યારે સંભવત આજે બિલ્ડર લોબી પર ચાલી રહેલુ સ્થળ ચોપરેશન પૂર્ણ થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને આજ સાંજ સુધીમાં જે લેપટોપ વિભાગના હાથે લાગ્યું છે તેમાંથી ખૂબ મોટો બેનામી વ્યવહાર થયાનો આંકડો બહાર આવી શકે છે. અત્યાર સુધીમાં ઓરબીટ ગ્રુપ પાસેથી 150 કરોડ રૂપિયા ના વ્યવહારો તથા અંકિત પાસેથી 350 કરોડ રૂપિયાના વ્યવહારો ખુલ્યા હતા. હાલ લેપટોપ સહિતના જે છુટા દસ્તાવેજો મળી આવ્યા છે તેના માધ્યમથી અનેક નવા ઘટસ્પોટ થવાની શક્યતાઓ વર્તાય છે.
બીજી તરફ આવકવેરા વિભાગ ને જે ડાયરીઓ હાથ લાગી છે તેમાં પણ અનેક નવી વિગતો બહાર આવશે અને અન્ય બિલ્ડરોના પણ નામ ખૂલે તો નવાઈ નહીં કારણકે ઓરબીટ અને લાડાણી ગ્રુપ સાથે એનકેન પ્રકારે જોડાયેલા બિલ્ડરો પણ અનેક પ્રોજેક્ટમાં જોડાયેલા છે. ત્યારે તેમના દ્વારા કેટલા વ્યવહારો અને કઈ રીતે વ્યવહારો કરવામાં આવ્યા છે તેની પણ હાલ તપાસ હાથ ધરાશે બીજી તરફ જે લોકર વિભાગ દ્વારા સીઝ કરી દેવામાં આવ્યા છે તેની તપાસ સર્ચ પણ થયા બાદ જ શરૂ કરાશે અને એ લોકરમાં કેટલા પ્રમાણમાં કેટલી વસ્તુઓ રાખવામાં આવી છે તેની પણ ચોકાવનારી વિગતો બહાર આવશે. હાલ બિલ્ડર લોબી ઉપર હાથ ધરવામાં આવેલા સરચ ઓપરેશનમાં રાજકોટ ઇન્કમટેક્સ વિભાગને ખૂબ મોટી સફળતા હાથ લાગી છે.
ઊંઝામાં તંબાકુ ઉત્પાદકો પર વહેલી સવારથી આઇટી ત્રાટકયું
લોકસભા ચૂંટણી પૂર્વે સમગ્ર ગુજરાત રાજ્યમાં આવકવેરા વિભાગ દ્વારા સ્ટ્રાઈક કરવામાં આવી રહી છે અને તેનો પ્રારંભ રાજકોટ ખાતે બિલ્ડર લોબી ઉપર કરવામાં આવ્યો હતો જેમાં વિભાગને ખૂબ સારી સફળતા પણ મળી છે ત્યારે આજે વહેલી સવારથી જ ઊંઝામાં તમાકુ ઉત્પાદકો ઉપર આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી છે. ઊંઝા ખાતે આવેલા બંસીધર ગ્રુપ કે જે તંબાકુનું ઉત્પાદન કરે છે તેમના ઉપર આવકવેરા વિભાગની ટીમ ચાર્જતી છે અને સમગ્ર ઊંઝા પંથકમાં આ ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યાપારીઓ અને પેઢીઓ ઉપર તવાઈ બોલાવવામાં આવી છે. અમદાવાદના લીડ હેઠળ હાથ ધરવામાં આવેલું આ સરચ ઓપરેશનમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં બેનામી
વ્યવહારો સામે આવવા આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને તપાસના પ્રથમ દિવસે જ દરેક ડિજિટલ દસ્તાવેજો ને સીઝ કરી લેવામાં આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરાય છે.