રૂપિયા 328 કરોડનું નેટ કલેકશન ઓગસ્ટ સુધીમાં થયું : સપ્ટેમ્બર બાદ કલેકશનમાં થશે વધારો
દેશની અર્થવ્યવસ્થામાં સૌરાષ્ટ્ર-કચ્છના કરદાતાઓનો વિશેષ ફાળો : ચીફ કમિશનર જયંતકુમાર
ગત વર્ષના કુલ ટાર્ગેટમાં 90 ટકા પૂર્ણ : ચાલુ નાણાકીય વર્ષમાં ટાર્ગેટમાં 14 ટકાનો વધારો
સૌરાષ્ટ્ર કચ્છમાં વ્યાપાર જે ગતિએ ચાલી રહ્યો છે અને દેશની આવકમાં અને અર્થવ્યવસ્થા જે રીતે વિકસિત બની રહી છે તેને ધ્યાને લઇ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા રાજકોટ આવકવેરા વિભાગને 3,585 કરોડ રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગત નાણાકીય વર્ષની સરખામણીમાં 14 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજકોટ આવકવેરા વિભાગના નવનિયોગ ચીફ કમિશનર જયંત કુમારે માહિતી આપતા જણાવ્યું હતું કે નિર્ધારિત કરેલા ટાર્ગેટ સામે ઓગસ્ટ મહિનામાં રૂપિયા 328 કરોડ નું નેટ કલેક્શન થઈ ચૂક્યું છે જ્યારે ગ્રોસ કલેક્શન 980 કરોડ રૂપિયા થયું છે. વધુમાં તેઓ ઉમેર્યું હતું કે સપ્ટેમ્બર માસમાં એડવાન્સ ટેક્સનો બીજો હપ્તો હોવાના કારણે કલેક્શનમાં પણ વધારો થશે.
વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે વ્યાપાર ઉદ્યોગ ક્ષેત્રે સૌરાષ્ટ્ર કચ્છ સૌથી મોટું ક્ષેત્ર છે અને છેલ્લા ત્રણ વર્ષમાં આવકવેરા વિભાગમાં અનેક પ્રકારે બદલાવ પણ થયા છે. ફેસલેશ એસમેન્ટથી આવકવેરા વીભાગને ઘણો ફાયદો પણ મળ્યો છે. વધુમાં ચીફ કમિશનરે માહિતી આપતા જણાવ્યું હતું કે જુલાઈ મહિનામાં રિટર્ન વધુ ફાઈલ થયા છે જે આવકવેરા વિભાગની તિજોરી ખરા અર્થમાં છલકાવું છે એટલું જ નહીં ડિજિટલ માધ્યમનો વધુને વધુ ઉપયોગ હાલ કરદાતાઓ કરી રહ્યા છે જે આવનારા દિવસો માટે એક સારા સંકેત છે.
રાજકોટ ચીફ કમિશનર જયંત કુમારે જણાવ્યું હતું કે આ પૂર્વે રિફંડ ને લઇ ઘણા પ્રશ્નો ઉદભવિત થતા હતા પરંતુ હવે સંપૂર્ણ ડિજિટલ થઈ જતા જે તે કરદાતા ને વધીને 10 થી 15 દિવસમાં જ રિફંડ મળી જાય છે. આંકડાકીય માહિતી આપતા તેઓ જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનામાં 12.85 લાખ કરતા હોય રિટર્ન ફાઇલ કર્યા હતા જે ગત નાણાકીય વર્ષમાં કુલ રિટર્ન 16.25 લાખ હતા ત્યારે આ વર્ષે આંકડો વધે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે. ગત નાણાકીય વર્ષનો જે આવકવેરા વિભાગને ટાર્ગેટ આપવામાં આવ્યો હતો તે ટાર્ગેટ કુલ 90 ટકા પૂર્ણ થયો છે.
બીજી તરફ ઓગસ્ટ મહિના સુધીમાં 1976 નીઓએ પોતાના રિટર્ન ફાઈલ કર્યા હતા જે ગત નાણાકીય વર્ષમાં કુલ કંપની દ્વારા ફાઇલ કરવામાં આવેલા રિટર્નની સંખ્યા 8544 હતી. ચીફ કમિશનર જયંત કુમારે બાલાજી વેફર નો પણ ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં એડવાન્સ ટેક્સ માં બાલાજી વેફર અવ્વલક્રમે છે. જ્યારે એડવાન્સ મુદ્દે પણ રાજકોટ આવકવેરા વિભાગની કામગીરી સરાનીય રહે છે અને ગત વર્ષની સરખામણીમાં 23% વધુ વસૂલવામાં આવ્યા છે જ્યારે રિકવરી નો દર 113 ટકા વધી ગયો છે જે ખરા અર્થમાં રાજકોટ આવકવેરા વિભાગ માટે સારા સમાચાર છે.
એગ્રો ઉદ્યોગની સાથોસાથ એન્જિનિયરિંગ, જ્વેલરી અને સિરામિક ઉદ્યોગ ઇન્કમટેક્ષ ભરવામાં અવ્વલ
રાજકોટ આવકવેરા વિભાગના ચીફ કમિશનર જયંત કુમારે જણાવ્યું હતું કે ઇન્કમટેક્સ ભરવામાં સૌરાષ્ટ્ર કચ્છના એગ્રો ઉદ્યોગોની સાથોસાથ એન્જિનિયરિંગ ઉદ્યોગ જ્વેલરી ઉદ્યોગ અને સીરામીક ઉદ્યોગ અવલ ક્રમે આવે છે ત્યારે આ તમામ કરદાતાઓને વધુને વધુ પ્રોત્સાહન આપવામાં આવશે.
અપીલમાં જનાર કરદાતાઓ પાસેથી કુલ કલકેશના 20 ટકા વસૂલાશે
આવકવેરા વિભાગ માટે સૌથી મોટો પડકાર એ જ છે કે જે અપીલમાં કરદાતાઓ જઈ રહ્યા છે તેમની પાસે 20 ટકા જેટલી રકમ જે વસૂલવી જોઈએ તે વસૂલવામાં આવતી નથી જે સૌથી મોટો પડકાર છે ત્યારે આવકવેરા વિભાગ રાજકોટ દ્વારા આવનારા દિવસોમાં અપીલ ફાઇલ કરનાર કરદાતાઓ પાસેથી તેના કુલ કલેક્શનના 20 ટકા રકમ વસૂલશે
સૌરાષ્ટ્ર-કચ્છની કુલ એરિયા ડિમાન્ડ અધધ 11,681 કરોડ રૂપિયા બાકી
આવકવેરા વિભાગની આવક વધવાની સાથો સાથ વર્ષો જુના એવા કેસો છે કે જેની રકમનો આંકડો ખૂબ મોટો છે ત્યારે સૌરાષ્ટ્ર કચ્છના એરીયા ડિમાન્ડની વસૂલાત અંગે વાત કરવામાં આવે તો હજુ પણ 11,681 કરોડ રૂપિયા વસૂલવાના બાકી છે જેના અનેકવિધ કારણો છે. બાકી રહેલી આ ડિમાન્ડને ઝડપથી પૂર્ણ કરવા રાજકોટ આવકવેરા વિભાગ દ્વારા તખ્તો તૈયાર કરવામાં આવશે.
વિવાદ સે વિશ્વાસ સ્કીમ પૂર્ણ રાજકોટના 49 કેસ પેન્ડિંગ
રાજકોટના નવનિયુક્ત ચીફ કમિશનર જયંત કુમારે જણાવ્યું હતું કે વિવાદ સે વિશ્વાસ સ્કીમ પૂર્ણ થઈ ચૂકી છે પરંતુ રાજકોટના હજુ પણ 49 કેસ ટ્રેનિ્ંડગ છે જેમાં કરતાઓ દ્વારા જે એન્ટ્રી કરવામાં આવેલી હોય તેમાં ક્ષતિ રહેલી છે ત્યારે યોગ્ય રીતે ફોર્મ 5 ની પૂર્તિ કર્યા બાદ જે તે કેસનો ત્વરિત નિવેડો લાવવામાં આવશે.