ઓક્ટોબર માસમાં 1162 કરોડ રૂપિયાના રિફંડ આપવામાં આવ્યા: ગત વર્ષે માત્ર 380 કરોડ જ અપાયા હતા

આવકવેરા વિભાગનું નામ આવતાની સાથે જ લોકોમાં એક ડર બેસી જતો હોય છે. જેના ભાગરૂપે લોકો સમયાંતરે પોતાનો કર આપતા હોય છે. આ વર્ષે પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળી અને જાણે આવકવેરા વિભાગ સૌરાષ્ટ્ર કચ્છના કરદાતાઓ ઉપર મહેરબાન બન્યું હોય તેવી સ્થિતિ પણ ઉદભવી. અત્યાર સુધી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા આવકવેરા વિભાગને અનેકવિધ લક્ષ્યાંક આપવામાં આવતા હતા જેની પૂર્તતા કરવી પણ આવકવેરા વિભાગ માટે કપરી સાબિત થતી હતી પરંતુ છેલ્લા બે વર્ષ ની જો વાત કરવામાં આવે તો રાજકોટ આવકવેરા વિભાગનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું છે અને કરદાતાઓ પોતાની જવાબદારી સમજી પોતાનો કર આપતા થયા છે.

દિવાળી જેવો મહાપર્વ હાલ જ સંપન્ન થયો ત્યારે આવકવેરા વિભાગે પોતાની તિજોરી છલકાવવાના બદલે સૌરાષ્ટ્ર કચ્છના કરદાતાઓની જોલી છલકાવી દીધી છે અને તેઓને 1162 કરોડ પોતાના રિફંડો પણ આપ્યા છે જે ગત ઓક્ટોબર માસમાં માત્ર 380 કરોડ રૂપિયા જ આપવામાં આવ્યા હતા. આ કરવા પાછળ આવકવેરા વિભાગનું માનવું છે કે જ્યારે કરદાતાઓને વિશ્વાસમાં લઈ તેમની માંગણીઓને પૂર્ણ કરવામાં આવે તો તેનાથી તેઓ કર ભરવા માટે ખૂબ પ્રોત્સાહિત થતા હોય છે અને પરિણામે સરકારને ખૂબ સારો લાભ પણ મળતો હોય છે.

આવકવેરા વિભાગના સંપર્ક સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત ઓક્ટોબર માસમાં કુલ 1393 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન થયું હતું જે ચાલુ વર્ષના ઓક્ટોબર માસમાં 2435 કરોડે પહોંચ્યું છે. પુત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે આવકવેરા વિભાગ રાજકોટને 3900 કરોડ રૂપિયાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે જેમાંથી ગ્રોસ કલેક્શન પેટે આવકવેરા વિભાગે 2435 કરોડ રૂપિયા એકત્રિત કરી લીધા છે. પરંતુ લક્ષ્યાંક નેટ ટાર્ગેટ નો હોવાથી બાકી રહેતી રકમ ને પહોંચી વળવામાં આવકવેરા વિભાગને થોડી તકલીફ પડે તો નવાઈ નહીં તો સામે તેઓએ પોતાના ઘર દાતાઓની માંગણીને યોગ્ય રીતે ધ્યાને લઈ તેઓની માંગ પૂર્ણ કરી છે જે સૌથી મોટી વાત છે. સામે એ વાત પણ સાચી છે કે છેલ્લા ઘણા સમયથી અને કહી શકાય કે ગત વર્ષમાં આવકવેરા વિભાગે સર્ચ અને સર્વેની કામગીરી ખૂબ તીવ્ર બનાવી છે અને જે મસ્ત મોટા ઘરચોરો છે તેના ઉપર આખરી તવાઈ પણ બોલાવી છે જેનાથી સરકારને ખૂબ સારી એવી કરની આવક પણ ઊભી થઈ છે.

એટલું જ નહીં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા એ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે કે જે કરદાતાઓને કોઈપણ પ્રકારની તકલીફો કે મૂંઝવણો થતી હોય તે ન થાય તેના માટેના યોગ્ય ઉપાયો હાથ ધરવામાં આવે આ કાર્ય કરવા પાછળનો પ્રમુખ કારણ એ છે કે જે કરદાતાઓ આવકવેરા સાથે છેતરપિંડી કરી રહ્યા છે અથવા તો પોતાનો કર યોગ્ય સમયે ભરતા નથી તેઓને આવકવેરા વિભાગની ગંભીરતાનો અહેસાસ થાય અને તેઓ પોતાની જવાબદારી વિચારું રૂપથી સમજે. રાજકોટ આવકવેરા વિભાગનો લક્ષ્યાંક જે રીતે હાંસલ કરવામાં આવી રહ્યો છે તેને જોતા બોર્ડ દ્વારા લક્ષ્યાંક પણ વધારવામાં આવતો જોવા મળે છે.

ટી.ડી.એસ. રીટર્ન હિસાબી વર્ષ  22- 23ની અવધી 30 નવેમ્બર સુધી લંબાવાઈ

Untitled 1

ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટએ હિસાબી વર્ષ  2022-23ના ટી.ડી.એસ.રીટર્ન  ફોર્મ  26કયુ ની છેલ્લે તા.31 ઓકટોબર હતી જે વધારીને  તા.30 નવેમ્બર કરવામાં આવી છે. ઈન્કમટેક્ષ કલમ  119 હેઠળ વિભાગ દ્વારા  કરદાતાઓના ટી.ડી.એસ. કાપીને  સમયસર ભરી શકે તે માટે   મુદત વધારવામાં આવી છે.જેમાં  કરદાતાઓને પેનલ્ટી ભોગવી ન પડે આમ,  ટી.ડી.એસ.રીટર્ન ફાઈલ  કરવામાં 30 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. જેથી ટી.ડી.ઓ કરતા તમામ હિસાબનીસો અને ધંધાર્થીઓને પેનલ્ટીથી બચી શકે અને પૂરતા સમયમાં ટીડીએસ રીટર્ન ભરી શકે, જે કરદાતાઓ માટે લાભદાયી  નિવળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.