ડિજીટલ એકસ-રે, સોનોગ્રાફી, કલર ડોપ્લર સીટી સ્કેન, ઓપીજી, ગાઇડેડ પ્રોસીજર લોહી પેશાબની સંપૂર્ણ તપાસ સહીતની સુવિધા ઉપલબ્ધ
અબતક, રાજકોટ
રૈયા સર્કલ પાસે અક્ષર ડાયગ્નોસિસનો શુભ આરંભ કરવામાં આવ્યો હતો. જેમાં શહેરીજનોને એક જ સ્થળે રેડયોલોજી અને પેથોલોજીને લગતી તપાસ તથા નિદાનની સેવા મળી રહેશે. આ સેન્ટરનો પૂ. અપૂર્વમુનિ સ્વામી દ્વારા ખુલ્લુ મુકાયું હતું. અને આર્શીવચન આપ્યા હતા. જેમાં ડો. ભાર્ગવ રાણપરીયા, ટાઇમ ઇમેજિંગ સેન્ટર, ક્રિષ્ના ડાયગ્રોસ્ટીકસ, આસ્થા હોસ્પિટલ, લોટસ હોસ્પિટલ અને પડધરીની જાણીતી માનવતા હોસ્પિટલના ડો. શીતાંશુ પુજારા દ્વારા અક્ષર ડાયગ્નોસીસ સેન્ટરનું સોપાન શરુ કરવામાં આવ્યું હતું. જયાં દર્દીઓને વ્યાજબી દરે તપાસ અને નિદાનની સેવા આપવામાં આવશે.
ડો. અતુલ જસાણીની ટીમ દ્વારા અક્ષર ડાયગ્નોસિસ
સેન્ટરનો શુભ આરંભ: અપૂર્વમુની સ્વામી
રાજકોટ વિકાસની સાથો સાથી મેડીકલ ક્ષેત્રમાં પણ ખુબ જ સારુ ડેવલોપમેન્ટ થઇ રહ્યું છે. જેમાં ડો. જસાણીની ટીમ દ્વારા અક્ષર ડાગ્નોસીર સેન્ટરનું શુભ આરંભ થઇ રહ્યો છે. જેમાં બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિરના કોઠારી સ્વામી પુ. બહુમતિ સ્વામી તેમજ વિવિધ સંતોના સાનિઘ્યમાં ઠાકરજીની પધરામણી દ્વારા આ સેન્ટરનો શુભ આરંભ થઇ રહ્યો છે. વર્ષોથી ડો. જસાણી અને અને કુશળ ડોકટરો જે લોકો રેડીયોલોજીસ્ટ છે અને પેથોલોજીસ્ટ છે અને ડોકટરની ટીમ દ્વારા લેબોરેટરી સીટી સેન્ટર, એકસ-રે, લોકોને જે રીપોર્ટ કરાવવા માટે દુરના સેન્ટરમાં ન જવું પડે એ માટે નજીકમાં જ આ સેન્ટરનું શુભ આરંભ કરવામાં આવ્યો.
રેડીયોલોજીસ્ટ અને પેથોલોજીસ્ટ કમ્પલીટ સેન્ટર એટલે અક્ષર ડાયગ્નોસિસ: ડો. સાર્થક પટેલ – ડો. ભાર્ગવ રાણપરીયા
રેડીયોલોજીસ્ટ અને પેથોલોજીસ્ટ ઘણી જગ્યા પર અલગ અલગ સેવા મળતી હોય છે. એક કમ્પલીટ ડાયગ્નોસિસ તરીકે રેડીયોલોજીસ્ટ અને પેથોલોજીસ્ટ આ બન્ને સેવા અક્ષર ડાયગ્નોસિસમાં સેવા ઉપલબ્ધ છે. એ ઉપરાંત થ્રી-ડી અને 4-ડી ની સેવા ઉ5લબ્ધ છે. તે ઉપરાંત જે મશોન છે તે નવી ટેકનોલોજી વાળા લેટેસ્ટ છે.
નિદાન રેડીયોલોજીસ્ટ વગર અધુરુ ગણાય: અતુલ જસાણી
રેડીયોલોજીસ્ટ એક વિશાળ બ્રાંચ છે જેમાં એકસ-રે થી લઇ એમ.આર.આઇ. સુધીના ઉપકર્ણો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. નિદાનમાં રેડીયોલોજીસ્ટ વગર અધુરુ નિદાન ગણાય જેમ કે ફેફસાની બીમારીમાં એકસ-રે થી લઇને સી.ટી. સ્કેન કરવામાં આવે છે. ઇજામાં પણ એકસ-રે ની જરુર પડે છે. તે ઉપરાંત અક્ષર ડાયગ્નોસિસમાં પેથોલોજીસ્ટ યુનિટની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. દર્દીને વ્યાજબી ભાવમાં સચોટ નિદાન માટે અદ્યતન નવા ટેકનોલોજી વાળા મશીનો અક્ષર ડાયગ્નોસિસમાં ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.
પેથોલોજીસ્ટ અને રેડીયોલોજીસ્ટ ડીપાર્ટમેનટમાં અપડેટ ઓટોમેટીક મશીનો: ડો.કિંજલ વૈષ્નાવી
અક્ષર ડાયગ્નોસિસ સેન્ટરમાં રેડીયોલોજીસ્ટ અને પેથોલોજીસ્ટ આ બન્ને સેેન્ટર એક જ ટ્રક નીચે શરુ કરવામાં આવ્યું છે. જેમાં રેડીયોલોજીસ્ટ તરીકે બે ડોકટર ને નિમણુંક કરવમાં આવ્યા છે. તદઉપરાંત પેથોલોજીસ્ટ ડિપાર્ટમેન્ટમાં અધધધ મશીનો રાખવામાં આવ્યા છે. અને કેન્સરની ગાઠની પણ અહી તપાસ કરવામાં આવશે.