અનેક નવા વિસ્તારોમાં વધતું કોરોનાનું સંક્રમણ: કુલ કેસ ૫૬૩, ૨૬૪ સારવાર હેઠળ

કોરોના કોવિડ-૧૯ વાયરસનો ફેલાવો ખુબ જ ઝડપથી વધી રહ્યો છે ત્યારે રાજકોટ શહેર કોરોનાના કબજામાં આવી ગયું હોય તેમ આજરોજ વધુ ૨૬ લોકો કોરોના સંક્રમતિ થયા છે જયારે ૧ દર્દીનો વાયરસે ભોગ લીધો છે. સિવિલ હોસ્પિટલમાં આજરોજ જુદા-જુદા શહેરનાં વધુ બે દર્દીઓનાં મોત નિપજયા છે. અત્યાર સુધી શહેરી વિસ્તારમાં કોરોનાનાં કુલ કેસ ૫૬૩ થયા છે અને હાલ અલગ-અલગ હોસ્પિટલમાં કુલ ૨૬૪ કોરોના પોઝીટીવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ સતાવાર રીતે વધુ ૨૬ દર્દીઓ કોરોનાનાં ભરડામાં આવી ચુકયાનું જાહેર કરવામાં આવ્યું છે જયારે વધુ એક દર્દીનું મોત નિપજયાનું જાણવા મળ્યું છે. રાજકોટમાં દિન-પ્રતિદિન કોરોનાનાં કેસ ખુબ ઝડપથી વધી રહ્યા છે. માત્ર છેલ્લા ત્રણ દિવસમાં જ કોરોના વાયરસનાં ૧૦૦થી વધુ કેસ નોંધાયા છે. હાલ રાજકોટ કુલ ૫૬૭ પોઝીટીવ કેસ નોંધાયા છે જેમાંથી ૨૬૪ દર્દીઓ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે.

આજરોજ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા કોરોના પોઝીટીવ દર્દીમાં મવડી પ્લોટમાં વારીયા પ્રજાપતિ છાત્રાલય પાસે સંજયકુમાર કાંતીલાલ બોરીચા (ઉ.વ.૩૪), પુજારા પ્લોટમાં અંજલી એપાર્ટમેન્ટમાં કુંદનબેન પ્રતાપરાય રાણપુરા (ઉ.વ.૭૭), ન્યુ રાજદિપ સોસાયટીમાં અશોક ગૌરીશંકર પંડયા (ઉ.વ.૫૩), મોરબી હાઉસ પાસે પુનમ નરેશ સાકરીયા (ઉ.વ.૨૩), છોટુનગરમાં રમેશચંદ્ર બાબુભાઈ (ઉ.વ.૬૫), ધ્રોલ હાઉસમાં યામીન ધીરેન્દ્રકુમાર (ઉ.વ.૪૮), મોચીબજારમાં અમરશીભાઈ ગગજીભાઈ ધોળકિયા (ઉ.વ.૭૫), રાણી પાર્કમાં કિંજલ અંકુરભાઈ પારેખ (ઉ.વ.૩૩), સત્યસાંઈ હોસ્પિટલ પાસે રૂદ્રપ્રયાગ એપાર્ટમેન્ટમાં મુકેશભાઈ શાંતીલાલ દોશી (ઉ.વ.૪૯), કોઠારીયા તિરૂપતિમાં રમેશભાઈ જીવરાજભાઈ ગોંડલીયા (ઉ.વ.૪૦), આર.કે.નગર મેઈન રોડ પ્રવિણા રાજેશ વાછાણી (ઉ.વ.૪૪), ગાંધીનગર-૫માં મનિષ હસમુખ રાઠોડ (ઉ.વ.૩૩), ઘનશ્યામનગર માં દિપક જગમાલ યાદવ (ઉ.વ.૧૩), હસનવાડી-૨માં રોહિત ચંદુ કાસીયાણી (ઉ.વ.૨૭), રોહિદાસપરામાં જેઠા સુખા રાખશીયા (ઉ.વ.૩૬), મધુવનમાં ગોરધન કાનજી (ઉ.વ.૭૦), ગોકુલધામમાં પ્રિયા પંકજ (ઉ.વ.૩૪), હરસિદ્ધિ સોસાયટી મેઈન રોડ પર દેવરાજભાઈ અકબરી (ઉ.વ.૪૫), મનહર પ્લોટમાં અજયભાઈ સુરેશભાઈ ઝરીયા (ઉ.વ.૨૦), ઓમ પાર્કમાં વિઠ્ઠલ જેરામ શિંગાળા (ઉ.વ.૩૬), લક્ષ્મીવાડી-૧૬માં કનકસિંહ પ્રવિણસિંહ જાડેજા (ઉ.વ.૫૪), ખોડલ ચોક મવડી રોડ પર હરીશભાઈ નારણભાઈ દાવડા (ઉ.વ.૬૬), શિવપરામાં મકસુદ હારૂન તૈલી (ઉ.વ.૩૩), પંચાયતનગર ચોકમાં નવીનભાઈ પોપટભાઈ મારૂ (ઉ.વ.૬૪), ન્યુ ગાંધી સોસાયટીમાં રતનબેન નંદાણીયા (ઉ.વ.૭૨) અને ૧૫૦ ફુટ રીંગ રોડ પર નાસીરભાઈ હુસેનભાઈ મકવાણા (ઉ.વ.૬૧) આજરોજ કોરોના પોઝીટીવ આવતા તેઓની સારવાર માટે આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. જયારે ગઈકાલે કોરોના વાયરસે પાંચ દર્દીઓનાં ભોગ લીધા હતા ત્યારે આજરોજ જીવરાજ પાર્કમાં રહેતા ચંદ્રકાંતભાઈ લક્ષ્મીચંદ વોરા (ઉ.વ.૬૮)નું મોત નિપજયું છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓમાં વાંકાનેરનાં આદમભાઈ ઈસાભાઈ મોડાત (ઉ.વ.૫૮) અને જામનગર રણજીતનગરનાં ગીતાબા ગોવિંદસિંહ ચૌહાણ (ઉ.વ.૬૫)નું ચાલુ સારવાર દરમિયાન મોત નિપજયું છે.

રાજકોટમાં વધુ ત્રણ ખાનગી હોસ્પિટલ કોરોનાની સારવાર આપશે

રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસમાં ૧૦૦થી વધુ કોરોના સંક્રમિત કેસ નોંધાયા છે. દિન-પ્રતિદિન કોરોના વાયરસનો ભરડો વધતો જોવા મળી રહ્યો છે ત્યારે સિવિલ હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલ પણ કોરોના કોવિડ કેરમાં તબદીલ કરી દર્દીઓ માટે સારવાર પુરી પાડશે જેમાં અગાઉ ૮ ખાનગી હોસ્પિટલો કોરોના કોવિડ કેર જાહેર કરવામાં આવી હતી. જયારે આજરોજ વધુ ૩ ખાનગી હોસ્પિટલ કોરોના દર્દીઓની સારવાર માટે શરૂ કરવામાં આવી છે જેમાં સોરઠીયાવાડી રોડ પર નટેશ્ર્વર મંદિર પાસે આવેલી નિલકંઠ કોવિડ હોસ્પિટલ અને રૈયા ચોકડી પાસે આવેલી સેલસ હોસ્પિટલ આજરોજથી કોરોના દર્દીઓની સારવાર માટેનો પ્રારંભ કરી ચુકી છે જયારે ભકિતનગર સર્કલ પાસે આવેલી જયનાથ હોસ્પિટલ પણ આગામી ૨૧મી તારીખથી કોરોના કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યરત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.