જિલ્લાના તમામ 2253 બુથો ઉપર રવિવારે રજાના દિવસે ચલાવાયેલી ઝુંબેશમાં 21366 અરજીઓ મળી મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં અત્યાર સુધીમાં સુધારા વધારા સહિતની કુલ 40345 અરજીઓ મળી
જિલ્લાના તમામ મતદાન મથકો ઉપર ગઈકાલે ચૂંટણી કાર્ડ માટેની ખાસ ઝુંબેશ યોજાઇ હતી. જેમાંતા.01/04/2023 ના રોજ જેમના 18 વર્ષ પૂર્ણ થતા હોય તેવા 5463 યુવાનોએ ચૂંટણી કાર્ડ કઢાવવા માટે અરજી કરી હતી.
તારીખ 1/04/2023ની લાયકાતની તારીખમાં જાહેર કરેલ ફોટાવાળી મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2023 અન્વયે નવા ચૂંટણીકાર્ડ કાઢવા, હયાત ચૂંટણીકાર્ડમાં નામ સુધારા-વધારા કરવા, સ્થળાંતરના તથા અવસાનના કિસ્સામાં નામ કમી વગેરે ચૂંટણીકાર્ડ ને લગતી વિવિધ કામગીરી માટે તા. 23ના રોજ જિલ્લામાં 2253 મતદાનમથકો ખાતે બુથ લેવલ ઓફિસરો દ્વારા ફોમ્ર્સ ભરવામાં આવ્યા હતા.
જે અંતર્ગત રાજકોટ જિલ્લાની મતદારયાદીમાં નામ સુધારા કરવા તથા તા.01/04/2023 ના રોજ જેમના 18 વર્ષ પૂર્ણ થતા હોય તેવા 5463 લોકોએ મતદારયાદીમાં નામ નોંધાવવા અરજી કરી હતી. આ ઝુંબેશમાં તંત્રને કુલ 21366 અરજી મળી હતી. બીજી તરફ જિલ્લામાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ચાલુ રહ્યો છે. તેમાં અત્યાર સુધીમાં 18થી 19 વર્ષના 3940 યુવાનો તથા 20થી 29 વર્ષના 3979 યુવાનોએ મતદાર યાદીમાં નામ નોંધાવવા અરજી કરી હતી. અત્યાર સુધી તંત્રને સુધારા વધારા સહિતની કુલ 40346 અરજીઓ મળી છે.