ચુનારવાડમાં બંધ મકાનમાં તસ્કરો રૂ.35 હજારની મતા પર હાથફેરો કરી ગયા

 

વિધાનસભાની ચૂંટણી નજીક આવી છે ત્યારે પોલીસ દ્વારા પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસની કચાસ ના કારણે ચૂંટણી સમયે તસ્કરો બેફામ થયા છે ગઈકાલ રવિવારે જ રાજકોટમાં ચોરીના બે બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે જેમાં પ્રથમ બનાવવામાં સરકારમાં રહેતા વેપારી તેના મામાને ત્યાં વાસ્તુ માટે ગયા હતા ત્યારે તેના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને મકાનમાં રહેલા રૂ 64 હજારના ઘરેણાં ચોરી ગયા હતા જ્યારે બીજા બનાવવા ચુનારવાડમાં રહેતા યુવાનના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ઘરમાં રહેલા રોકડ અને સોનાના ગાગીના મળી કુલ રૂ.35 હજારનો મુદ્દામાલ ચોરી ગયા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે

જેમાં પ્રથમ બનાવમાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સરધારગામે રહેતા અને ફર્નીચરનો વેપાર કરતા દર્શનભાઈ દિલીપભાઈ સાકળેચા એ ફરીયાદ નોધાવી હતી જેમા આરોપી તરીકે અજાણ્યા તસ્કરોના નામ આપ્યા હતા. ફરીયાદમાં જણાવ્યુ હતુ કે,રાજકોટમાં રહેતા તેના મામાના ઘેર વાસ્તુનો પ્રસંગ હોય તા.25 ના રોજ પરીવાર સાથે ગયા હતા જેથી તા.27ના રોજ તેનુ મકાન જોવાનુ હોય બનેવી સુમીતભાઈ સરધાર તેના ઘેર જતા મકાનના તાળા તુટેલા હોય તેને જાણ કરતા તે ઘેર જઈને તપાસ કરતા સામાન વેર વિખેર હોય અને કબાટના તાડા તોડી તેમાથી રૂ.64 હજારની કિંમતના સોનાના દાગીનાની ચોરી થયાનુ બહાર આવતા પીએસઆઈ મહેતા સહીતે ગુનો નોધી તસ્કરોને ઝડપી લેવા કાર્યવાહી હાથધરી છે.

બીજા બનાવમાં ચુનારવાડ શેરી નંબર 4 માં રહેતા પરેશભાઈ જુગાભાઈ ડાભીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ઘરની બહરે કામ સબબ ગયા હતા ત્યારે તેના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ઘરની તિજોરીમાં રહેલ રોકડ રૂ.10 હજાર અને રૂ.25 હજારના સોના ચાંદીના ઘરેણાં મળી કુલ.રૂ.35 હજારનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા.જેથી તેમને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.