ખોડિયારપરામાં બીમારીથી કંટાળી તરૂણીનો આપઘાત: ગોકુલધામમાં વૃદ્ધાએ ઝેર પી જીવન ટૂંકાવ્યું
શહેરમાં જુદા જુદા ત્રણ સ્થળોએ આપઘાતના બનાવ નોંધાયા છે જેમાં બે વૃદ્ધા સહિત કુલ ત્રણ લોકોના મોતની ભજીયાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં આજરોજ વહેલી સવારે નાના મહુવા પાસે આવેલા નહેરુનગરમાં એક વૃદ્ધાએ બીમારીથી કંટાળી ઘી અને તેલ ચોપડી શાસ્ત્રોક વિધિ પ્રમાણે અગન પછેડી ઓઢી લીધી હતી. તો અન્ય બનાવમાં આજે જીઆઇડીસી વિસ્તારમાં ખોડીયાર પરામાં બીમારીથી કંટાળી તરુણીએ આપઘાત કર્યાનું સામે આવ્યું છે જ્યારે ગોકુલધામ આવાસ પાટણમાં પણ વૃદ્ધાએ બીમારીથી કંટાળી ઝેર પી જીવન ટૂંકાવી લીધાનું નોંધાયું છે.
આ અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ પહેલા બનાવમાં નાના મોવા મેઇન રોડ પાસે આવેલા નેહરુનગર વિસ્તારમાં રહેતા માનુબેન વિરજીભાઈ વાળો દરિયા નામના 99 વર્ષના વૃદ્ધાએ પોતાના ઘરે બાથરૂમમાં ઘી અને તેલ ચોપડી અગન પછેડી ઓડી લેતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતા માલવિયાનગર પોલીસ મથકના એએસઆઇ વનીતાબેન બોરીચા સહિતની ટીમે તુરંત કાર્યવાહી કરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ વૃદ્ધા અનેક બીમારીઓથી પીડાતા હોવાથી પોતે આપઘાત કર્યાનું સામે આવ્યું છે.જ્યારે બીજા બનાવમાં આજી જીઆઇડીસી વિસ્તારમાં ખોડીયાર પરામાં રહેતા અને મૂડ મધ્યપ્રદેશના વતની સંતોષ મંગલભાઈ પટેલની 16 વર્ષની પુત્રી નેન્સીએ પોતાના ઘરે ગળાફાંસો ખાય આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ઘટનાની જાણ થતા થોરાળા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ તરુણી છેલ્લા ઘણા સમયથી બીમાર રહેતી હોય જેનાથી કંટાળી પોતાના ઘરે ગળાફાંસો ખાય આપઘાત કર્યાનું જાણવા મળ્યું છે.
જ્યારે ત્રીજા બનાવમાં ગોકુલધામ રોડ પર અવાજ ક્વાર્ટર માં રહેતા કુંદનબેન ચંદુભાઈ ભાડેસિયા નામના 62 વર્ષના વૃદ્ધે ગત તા.14મી સપ્ટેમ્બરના રોજ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ લાંબી સારવાર બાદ કુંદનબેનએ દમ તોડયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ હાથધરી હતી. જેમાં જાણવા મળ્યા મુજબ કુંદનબેન છેલ્લા કેટલાક સમયથી બીમાર રહેતા હોવાથી આપઘાત કર્યો હોવાનુ જાણવા મળ્યું છે.