- પ્રેમ લગ્ન મામલે અગાઉ પણ દંપતી પર થયો હતો હુમલો: સામસામે મારામારીમાં મહિલા સહિત ચાર ઘાયલ
શહેરના ભાગોળે આવેલા હડમતીયા ગોલીડા ગામે પ્રેમ લગ્ન મામલે બે પરિવાર વચ્ચે ઝઘડો થતાં સામસામે મારામારીમાં બે મહિલા સહિત ચાર લોકો ગવાતા તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ૧૫ દિવસ પહેલા પણ દંપતિ પર હુમલો થયો હતો ત્યારે આજરોજ ફરી એક વખત માથાકૂટ થઈ હોવાનું સામે આવ્યું છે.
આ અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ હડમતીયા ગોલડા ગામે રહેતા વિનુગીરી ગુલાબગીરી ગોસાઈ (ઉ.વ.૪૫), તેમના પત્ની દક્ષાબેન ગોસાઈ (ઉ.વ.૪૨) અને જયાબેન ગુલાબગીરી ગોસાઈ (ઉ.વ.૭૨) પર તેમના જ ગામના રામુ જેઠું હુંબલ, એભલ રામ હુંબલ, રામ ભીખુ હુંબલ અને ભાવનાબેન હુંબલ સહિતના શખ્સોએ હુમલો કરતા ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ અગાઉ ૧૫ દિવસ પહેલા એભલનો ભાઈ સુભાષ વીનુગીરીની પુત્રીને ભગાડી ગયો હતો અને તમારી દીકરીને ભગાડી ગયા છતાં પણ શું કરી લીધું તેવું કહીને હુમલો કર્યો હતો. તે માથાકુટનો ખાર રાખી આજ સવારે ફરી એકવાર મહિલા સહિતના શખ્સોએ ફરી એકવાર હુમલો કર્યો હતો.
તો સામાપક્ષે હડમતીયા ગોલીડા એભલ રામભાઈ હુંબલ (ઉ.વ.૪૦) પર તેના જ ગામના વીનુગીરી ગોસાઈ અને દક્ષાબેન સહિતનાઓએ માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે બંને પક્ષે નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
તે ઉપરાંત વધુ એક મારામારીમાં ચંદ્રેશ નગર મેઇન રોડ પર એ.જી.સોસાયટીની બાજુમાં રોયલ હાઇટ્સમાં રહેતા રાજેશભાઈ જગજીવનભાઈ મહાલિયાએ માલવિયા નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયા મુજબ ગઇ કાલે ગુરુનાનક પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવવા આવેલા જીજે ૦૩ એમક્યું ૪૧૭૩ નંબર વાડા ઍક્સેસ ચાલકે વચ્ચેથી પેટ્રોલ પુરાવવા કર્મચારી મહેન્દ્રભાઈ રાઠોડ સાથે રકઝક કરી ચાલ્યા ગયા હતા. ત્યાર બાદ થોડીવાર પછી આ ઍક્સેસનો ચાલક તેના સાગરીત સાથે પેટ્રોલ પંપે પહોચ્યો હતો અને માથાકૂટ કરી મહેન્દ્રભાઈ પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે.