ગટર સાફ કરતી વેળાએ કામદાર અને કોન્ટ્રાકટરના મોત નિપજયા’તા

 

રાજકોટમાં સમ્રાટ વિસ્તારમાં વે દિવસ પહેલા ગટર સાફ કરતી વેળાએ ગેસ ગળતરના કારણે સફાઈ કામદાર અને કોન્ટ્રાકટરના મોત નિપજ્યા હતા. જેમાં તંત્ર દ્વારા માંગ સ્વીકાર્યા બાદ સફાઈ કામદારના પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો. જેમાં આખરે માલવિયાનગર પોલીસે મૃતક કોન્ટ્રાકટર સામે ગુનો નોંધ્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બે દિવસ પહેલા રાજકોટમાં સમ્રાટ વિસ્તારમાં ગટર સાફ કરતી વેળાએ ગેસ ગળતર થતા સફાઈ કામદાર મેહુલ મેસડાનું મોત નીપજ્યું હતું. સુપ્રિમ કોર્ટના ચુકાદા છતાં પણ ગટરમાં સફાઈ કામદાર ઉતારતા મોત થયાનું પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું હતું. પરંતુ તે સમયે કોન્ટ્રાકટર અફઝલ ફુફર તેને બચાવવા દોરી લઈને ગટરમાં કૂદી ગયો હતો જેથી કામદાર અને કોન્ટ્રાકટર બંનેના મોત નિપજયા હતા.

આ અંગે મેહુલ મેસડાના પરિવારજનોએ ન્યાયની માંગણી સાથે પીએમ રૂમ પર ધરણાં પર બેસી ગયા હતા અને મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી. પરંતુ તંત્ર દ્વારા માંગ સ્વીકારવામાં આવ્યા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો.

જેમાં માલવિયા નગર પોલીસ મથકના સ્ટાફે મૃતક કોન્ટ્રાકટર અફઝલ ફૂફર વિરૂદ્ધ ગુનો નોંધી તપાસમાં નામ ખુલ્લે તેની સામે પણ કાયદાકીય પગલાં લેવાની ફરિયાદ નોંધાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.