37 હોસ્પિટલમાં 600 બેડ ઉપલબ્ધ કરાયા, બાળ દર્દી માટે સૌ-પ્રથમ 100 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરી
સમરસ હોસ્ટેલ અને સૌ. યુનિ. ના કોવિડ સેન્ટરમાં એસો.ની તબીબો ટીમ દ્વારા નિયમમિત વિનામૂલ્યે અપાતી સારવાર
છેલ્લાં એક વર્ષથી વધુ સમયથી દેશમાં કોરોના મહામારીના સંકટ સમયે ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના તબીબોની ટીમ સતત લોકોના તન-મનને દુરસ્ત રાખવા પ્રયત્ન કરી રહી છે, સરકારની સાથે રહી રાજકોટના તબીબો જીવના જોખમે પણ સતત લોકોને કોરોના
સામે લડવા પ્રોત્સાહિત કરવા સાથે ઉત્તમ સારવાર મળી રહે એ માટે અથાક મહેનત કરી રહ્યા છે અને હજુ પણ લોકોની જરૂરીયાત વખતે તબીબોતેમની સાથે જ છે. મુખ્યમંત્રીની તમામ અપીલને તાત્કાલીક પ્રતિસાદ આપતાં રાજકોટના તબીબો દ્વારા કોવિડ હોસ્પિટલ, કોવિડ કેર સેન્ટર, વેકસીનેશન કેમ્પ, ટેલી મેડિસીન, સરકારી કોવિડ હોસ્પિટલમાં વિનામુલ્યે સેવા સહિત તમામ પ્રકારે સાથ સહકાર આપવામાં આવી રહ્યો છે, એમઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના પ્રમુખ અને જાણીતા ગેસ્ટોએન્ટોલોજીસ્ટ ડૉ. પ્રફુલ કમાણી અને અને સેક્રેટરી ડો. દુષ્યંત ગોંડલીયાની એક યાદીમાં જણાવાયું છે.
પ્રમુખ ડો. પ્રફુલ કમાણીએ જણાવ્યું છે કે હાલના સમયમાં કોરોના ભયંકર સ્વરુપ ધારણ કર્યુ છે. ત્યારે લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળે છે. લોકોએ ગભરાવાની જરુર નથી પણ સાવચેત બનવાની ખાસ જરુર છે. સરકાર અને અમે તબીબો સતત આપની સાથે જ છીએ પણ સાથે સાથે લોકોએ પણ કોરોના ગાઇડ લાઇનનું સંપૂર્ણ પાલન કરી પૂરતો સહકાર આપવો જરુરી છે.
ઈન્ડીયન મેડિકલ એસોસીએશનના પૂર્વ પ્રમુખ ડૉ. જય ધિરવાણીએ જણાવ્યું છે કે, ગત માર્ચ માસમાં કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી અમારી તબીબોની ટીમ સતત સરકાર સાથે સંકલન કરી લોકોની સારવાર કરી રહ્યા છીએ. સરકાર સાથે સંકલન કરી વેકસીનેશન માટે જરૂરી મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફની વિનામુલ્યે સેવા ઉપલબ્ધ કરાવી હતી. ડૉ. જય ધિરવાણી અને ડૉ. રૂકેશ ઘોડાસરાના માર્ગદર્શન હેઠળ નસિંર્ગ, મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફના 85 જેટલાં લોકો છેલ્લાં 13 થી વધુ દિવસથી વેકસીનેશન ડાઈવમાં માનદ1 સેવા આપી રહ્યા છે.
ઈન્ડીયન મેડિકલ એસોસીએશનના સેક્રેટરી જાણીતા રેડિયોલોજીસ્ટ ડૉ. દુષ્યંત ગોંડલીયાએ જણાવ્યું છે કે, તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ઈન્ડીયન મેડિકલ એસોસીએશનના રાજ્ય ભરના હોદેદારો સાથે વિડિયો કોન્ફરન્સ થઈ હતી જેમાં મુખ્યમંત્રીએ ખાનગી કોવિડ હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટર જલ્દી ચાલુ કરવા અપીલ કરી હતી, જેના અનુસંઘાને ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટમાં તાત્કાલીક અસરથી 37 કોવિડ કેર હોસ્પિટલ શરૂ કરી 600 જેટલી બેડની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે અને હજુ પણ બનેએટલી વધુ હોસ્પિટલ શરૂ કરવા પ્રયત્નશીલ છીએ.
અત્યારે કોરોનાના કેસ ખૂબ વધ્યા છે, ઑક્સીજન, બેડ, ઈન્જેકશનની સતત તંગી વર્તાઈ રહી છે એવા સમયે લોકોને વધુ પેનીક બનેએ સ્વાભાવિક છે. જિલ્લા કલેકટર દ્વારા સમરસ કોવિડ હોસ્પિટલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે કોવિડ કેર સેન્ટર તાત્કાલિક શરૂ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા માળખાકીય સુવિધા ઉભી કરવામાં આવી છે અને ઈન્ડીયન મેડિકલ એસોસીએશન દ્વારા તબીબી સુવિધા વિનામુલ્યે
ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ બન્ને સેન્ટર માટે 200 જેટલાં તબીબોની ટીમ બનાવવામાં આવી છે. સમરસ કોવિડ હોસ્પિટલમાં દરરોજ 4 તબીબ દર્દીને તપાસી યોગ્ય સારવાર કરે છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કોવિડ કેર સેન્ટરમાં પણ આઈ.એમ.એ.ના તબીબો દરરોજ નિયમીત સેવા આપી રહ્યા છે. શુક્રવારે મુખ્યમંત્રીએ વિડિયો કોન્ફરન્સમાં અપીલ કરી અને તરત જ આઈ.એમ.એ.-રાજકોટના તબીબોની ટીમ સેવામાં લાગી ગઈ છે. પ્રેસીડન્ટ ડૉ. પ્રફજ્ઞલ કમાણી, સેક્રેટરી ડૉ. દુષ્યંત ગોંડલીયા, ડૉ. રશ્મી ઉપાધ્યાય, ડૉ. પારસ ડી. શાહ, પ્રોજેકટ કો.ઓર્ડિનેટર તરીકે ડૉ. ચેતન લાલસેતા, અને તબીબોની ટીમ સતત લોકોની સેવા માટે કાર્યરત છે.
ઈન્ડીયન મેડિકલ એસોસીએશન દ્વારા કોવિડ કેર માટે તબીબોની ટીમો બનાવવામાં આવી છે. જેમાં ફિઝીશ્યન એસોસીએશનના પ્રમુખ ડૉ. પ્રશાંત ત્રિવેદી, એનેસ્થેસીયા એસોસીએશનના ડૉ. હેતલ વડેરા, પ્રેસીડન્ટ ડૉ. ધર્મેન્દ્ર અમૃતિયા, સેક્રેટરી ડૉ. મંગલ દવે, સર્જન્સએસોસીએશનના ડૉ. આશીષ જસાણી, ડૉ. અમીષ મહેતા, ઓર્થોપેડિક એસોસીએશનના પ્રેસીડન્ટ ડૉ. નરસી વેકરીયા, સેક્રેટરી ડૉ. કેતન શાહ, ક્રિટીકલ કેર એસોસીએશન, પિડિયાટ્રીક તબીબ એસોસીએશન, ગાયનેક એસોસીએશનના પ્રેસીડન્ટ ડૉ. મનિષા મોટેરીયા, સેક્રેટરી ડૉ. રૂકેશ ઘોડેસરા, ઈ.એન.ટી. એસોસીએશન, ઓપ્થેલ્મીક તબીબ એસોસીએશન સહિત તમામ તબીબી ફેકલ્ટીના તબીબો સતત કાર્યરત છે.
ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના પ્રમુખ જાણીતા ગેસ્ટ્રોએન્ટોલોજીસ્ટ ડૉ. પ્રફજ્ઞલ કમાણી, સેક્રેટરી જાણીતા રેડિયોલોજીસ્ટ ડૉ. દુષ્યંત ગોંડલીયા, રાષ્ટ્રીય ઉપપ્રમુખ ડૉ. અતુલ પંડ્યા, ગુજરાત આઈ.એમ.એ.ના ઉપપ્રમુખ ડૉ. રશ્મી ઉપાધ્યાય, આઈ.પી.પી. ડૉ. જય ધીરવાણી, પ્રેસીડન્ટ ઇલેક્ટ્રીક ડૉ. સંજય ભટ્ટ, પૂર્વ પ્રમુખ ડૉ. ચેતન લાલસેતા, ડૉ. પારસ ડી. શાહ, ડૉ. રૂકેશ ઘોડાસરા, ડૉ. તેજસ કરમટા, ડૉ. મયંક ઠકકર, ડૉ. જયેશ ડોબરીયા, ગુજરાત આઈ.એમ.એ.ના પૂર્વ ઉપપ્રમુખ ડૉ. ભરત કાકડીયા, ડૉ. હિરેન કોઠારી,
ડૉ. અમીત હપાણી, ડૉ. એમ. કે. કોરવાડિયા, ડૉ. ભાવિન કોઠારી, આઈ.એમ.એ.-રાજકોટના ઉપપ્રમુખ ડૉ. દેવેન્દ્ર રાખોલીયા, ડૉ. કીર્તિભાઈ પટેલ, ડૉ. કાંત જોગાણી, પૂર્વ પ્રમુખ ડૉ. દિપેશ ભાલાણી, ડૉ. ભાવેશ સચદે, ડૉ. નિતીન લાલ, ડૉ. વિપુલ અઘેરા, ડૉ. કમલેશ કાલરીયા સહિત તબીબોની ટીમ કોરોના સારવાર ની વ્યવસ્થા માટે સતત કાર્યરત છે. સિનિયર તબીબો ડૉ. એસ. ટી. હેમાણી, ડૉ. ડી. કે. શાહ, ડૉ. પ્રકાશ મોઢા, ડૉ. સુશિલ કારીઆ નું સતત માર્ગદર્શન મળી રહ્યું છે. આઈ.એમ.એ.ના મિડિયા કો.ઓર્ડીનેટર તરીકે વૈભવ ગ્રુપના વિજય મહેતા સેવા આપે છે.