રાજકોટ જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાની સુચના અને માર્ગદર્શનથી જિલ્લા પુરવઠા અધિકારી વાય.પી. જોષી, ધોરાજી પ્રાંત અધિકારી તુષાર જોષી તેમજ એ. એમ. ભડાણીયા મામલતદારશ્રી, ઉપલેટા તથા રાજકોટ જિલ્લા પુરવઠા ઈન્સ્પેકટર, પરસાણીયા,રાદડીયા, તેમજ કીરીટસિંહ ઝાલાની ટીમ દ્વારા આજરોજ તા.૨૪/૫/૧૮ના રોજ ધોરાજી સબડીવીઝનના ધોરાજી અને ઉપલેટા તાલુકામાં ગેરકાયદેસર રીતે ચાલતા લાઈટ ડીઝલ ઓઈલના વેપારીઓને ત્યાં તપાસણી કરતાં નીચેની વિગતે ગેરકાયદેસર જથ્થો સીઝ કરવામાં આવેલ છે.
કુલ ૧૬૨૦૦ લીટર લાઈટ ડીઝલ ઓઈલનો જથ્થો તેમજ ટેન્કર નંગ-૧ મળી કુલ રૂપિયા ૧૫,૨૧,૩૦૦/- (અંકે રૂપિયા પંદર લાખ એકવીસ હજાર ત્રણસો પુરા)નું જથ્થો સીઝ કરવામાં આવેલ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com