વન વીક વન વોર્ડ ઝુંબેશ અંતર્ગત 550 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઈ: જાહેરમાં કચરો ફેંકતા 8 આસામીઓને દંડ: 6 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત
કોર્પોરેશન દ્વારા વન વીક વન વોર્ડ ઝુંબેશ અંતર્ગત ગઈકાલે સાંજે શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં હાથ ધરાયેલા અભિયાન અંતર્ગત બે સ્થળે મંદિરની પાસે ખડકાયેલા ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. ફૂડ શાખા દ્વારા 21 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી અને બે સ્થળેથી સેમ્પલ લઈ 23 કિલો અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
‘વન વીક, વન રોડ’ ઝુંબેશ દરમ્યાન ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ટાગોર રોડ અને ડો. હોમી દસ્તુર માર્ગ પર હયાત બે મંદિરોને લાગુ બે-નવી પ્લીન્થના બાંધકામ, પાયેથી જ અટકાવી દુર કરી દેવામાં આવેલ. પ્રાઈડ પ્લાઝામાં 75 ચો.મી, ગોલ્ડન પ્લાઝામાં 150 ચો.મી., સિલ્વર ચેમ્બરમાં 150 ચો.મી. રાજ રત્ન કોમ્પ્લેક્ષમાં 180 ચો.મી જેટલી પાર્કિંગની જગ્યા પરથી રેલીંગ/બેરીકેડ દુર કરી, પાર્કિંગની જગ્યા ખુલ્લી કરાવેલ. જયારે ધનલક્ષ્મી કોમ્પલેક્ષ દ્વારા જાતેજ રેલીંગ દુર કરી આપવામાં આવેલ.
વધુમાં 80 ફૂટ રોડ પર, સ્માર્ટ ઘર-4 પાસે વોંકળાના વહેણને નડતરરૂપ રાજકોટ મહાનગરપાલિકાની માલિકીની જગ્યામાંથી દીવાલો-પ્લીન્થના બાંધકામ દુર કરી અંદાજીત 500 ચો.મી જગ્યા ખુલ્લી કરાવેલ. લક્ષ્મીવાડી મેઈન રોડ પર પુજારા પ્લોટના વોંકળા પાસે આવેલ સુલભ સૌચાલયની પાછળની જગ્યામાં થયેલ વંડાનું અંદાજીત 32 ચો.મી.નું બાંધકામ દુર કરવામાં આવેલ. આમ ઝુંબેશ અંતર્ગત અંદાજીત 550 ચો.મી જેટલું પાર્કિંગમાં નડતરરૂપ દબાણ દુર કરવામાં આવ્યું હતું.
ટાગોર રોડમાં વિવિધ સ્થળે નડતરરૂપ રેકડી-કેબીનો જપ્ત કરવાની કાર્યવાહી જગ્યા રોકાણ શાખા દ્વારા હાથ ધરવામાં આવેલ જેમાં 07 બોર્ડ, 02 લોખંડના ટેબલ, 02 લોખંડના કાઉન્ટર, 01 લોખંડનો ગલ્લો, 02 લોખંડના સ્ટેન્ડ વિથ બોર્ડ, 03 લાકડાના કાઉન્ટર, 02 પ્લાસ્ટિક કેરેટ, 02 પ્લાસ્ટિક બાકેટ, 01 લોખંડની ફ્રેમ, 07 બેનર અને 01 લોખંડની જાળી સહીત વિગેરે સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.
બાંધકામ શાખા દ્વારા ટાગોર રોડ પર 93 નંગ સ્ટોર્મ વોટર મેનહોલ સફાઈ કરેલ, 35 નંગ ડ્રેનેજ મેનહોલ સફાઈ કરેલ, 11 નંગ પાણીની વાલ્વ ચેમ્બર સફાઈ કરેલ, 120 ચો.મી. ફૂટપાથ રીપેર કરેલ, 80 ચો.મી. પેવિંગ બ્લોક રીપેર કરેલ, 35 ચો.મી. ફૂટપાથ રોડ લેવલ કરેલ, 25 ચો.મી. રોડ રીપેરીંગ અને 30 ઘન મીટર રબ્બીશ ઉપાડવા સહિતની કામગીરી કરવામાં આવી હતી.
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા જાહેરમાં કચરો ફેલાવતા / કચરાપેટી ન રાખતા / પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરતા કુલ 08 આસામીઓ સામે દંડનીય કાર્યવાહી કરી તેઓ પાસેથી કુલ રૂ. 3600/- નો વહીવટી ચાર્જની વસુલાત કરી તેમજ 06 કિલો જેટલા પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવ્યો હતો.