મહાપાલિકા વતી એવોર્ડ સ્વીકારતા ડેપ્યુટી મેયર અશ્ર્વિનભાઈ મોલીયા અને આઈટી ડાયરેકટર સંજય ગોહિલ
રાજકોટ મહાનગરપાલિકા નાં સ્માર્ટ સિટી અંતર્ગત કરવામાં આવેલ રાજકોટ આઈ વે પ્રોજેક્ટને ભારત સરકાર ના મિનિસ્ટ્રી ઓફ ઈંફોર્મેશન અને ટેકનોલોજી ડીપાર્ટમેન્ટ દ્રારા અપાતો નો ખૂબજ પ્રતિષ્ઠિત એવો ડીજીટલ ઈન્ડિયા ૨૦૧૮ એવોર્ડ, ઈમર્જિંગ ટેકનોલોજી કેટેગરીમાં પ્લેટિનમ (પ્રથમ સ્થાન) એવોર્ડ મળેલ છે. આ કેટેગરીમાં ગોલ્ડ એવોર્ડ આંધ્રપ્રદેશ કેપીટલ રીજીયન ડેવલપમેન્ટ ઓથોરીટી – આંધ્ર પ્રદેશને તેમજ સિલ્વર એવોર્ડ ક્રોપ એરીયા એસ્ટીમેશન અને લોસ એસેસમેન્ટ ફોર સ્ટેટ ઓફ ગુજરાતને મળેલ છે.
આ એવોર્ડ માટે જુદી જુદી છ કેટેગરીમાં થી આખા દેશમાંથી ૬૦૦ થી વધારે જેટલાં નોમિનેશન આવેલ તેમાંથી રાજકોટ મહાનગરપાલિકાના રાજકોટ આઈ-વે પ્રોજેક્ટને ઈમર્જિંગ ટેકનોલોજી કેટેગરીમાં પ્રથમ સ્થાન મળેલ છે.
આ પ્રોજેકટ અંગર્ગત મહાનગરપાલિકાના અધતન ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેંટર (આઈસીસીસી), સીટી સર્વેલન્સ સિસ્ટમ, વિડીયો એનાલિટીક્સ બેઈઝ્ડ એન્ટી હોકિંગ એન્ડ એન્કોચમેન્ટ સિસ્ટમ, ટ્રાફિક મેનેજમેંન્ટ માટે એએનપીઆર/આરએલવીડી સિસ્ટમ તેમજ શહેરમાં જુદી જુદી જગ્યાએ લગાવવામાં આવેલ આઈ ઓ ટી (એન્વાયરમેન્ટ સેંસર) વગેરે સુવિધાઓ માટે રાજકોટ આઈ-વે પ્રોજેક્ટ ને ઉપરોક્ત એવોર્ડ આપવામાં આવેલ છે.
ઉપરોકત એવોર્ડ રાજકોટ મહાનગરપાલિકાને ભારત સરકારનાં મિનિસ્ટ્રી ઓફ ઈંફોર્મેશન અને ટેકનોલોજીનાં મંત્રી રવિશંકર પ્રસાદ ના વરદહસ્તે તા ૨૨/૦૨/૨૦૧૯નાં રોજ દિલ્હી ખાતે વતી ડે. મેયરઅશ્વિનભાઈ મોલીયા તેમજ આઈ. ટી. ડાયરેકટર સંજયભાઈ ગોહિલ દ્રારા સ્વીકારવામાં આવેલ છે.