શાપર-વેરાવળના કારખાનેદારને બેન્ક કર્મચારીની ખોટી ઓળખ આપી એટીએમ પીન નંબર અને બેન્કના ડેટા મેળવી રૂા.2 લાખ બેન્ક ખાતામાંથી બારોબાર ઉપાડી લઇ છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શાપર-વેરાવળના ભીમનગર શેરી નંબર 2માં રહેતા રમેશભાઇ પુનાભાઇ સિંધવે પોતાના બીઓઆઇના ખાતામાંથી રૂા.2 લાખ એટીએમની મદદથી બારોબાર ઉપડી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે.
શાપરના વલ્લભ એસ્ટેટ વિસ્તારમાં ન્યુ બાલાજી એન્જીનીયરીંગના નામે લેથ મશીનનું કારખાનું ધરાવતા રમેશભાઇ સિંધવના બેન્ક એકાઉન્ટની ઠગે વિગતો મેળવી એટીએમના પાસવર્ડથી રૂા.2 લાખ ઉપાડી લીધાનું ફરિયાદમાં જણાવ્યું છે. પી.આઇ. એસ.એમ.જાડેજા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.