- કોઠારીયા રોડ પરનો બનાવ: સાસરિયાઓ ગૃહ કલેશમાં ત્રાસ ગુજારતા હોવાનો યાર્ડના ગેટ કલાકનો આક્ષેપ
- પાંચ દિવસ રૂમમાં પૂરી ભૂખ્યો રાખતા અને રોજ ગરમ પાણી ને એસિડ માથે રેડતા
શહેરમાં એક અજીબ ઉલટી ગંગા જેવો કિસ્સો પ્રકાશ પર આવ્યો છે જેમાં પતિ ઉપર તેની પત્ની પુત્રી અને સસરા દ્વારા પાંચ દિવસ તેને પૂરી રાખી ત્રાસ આપીયાનો બનાવ સામે આવ્યો છે જેમાં કોઠારીયા રોડ ઉપર રહેતા પતિને તેની પત્ની પુત્રી અને સસરાએ તેને ઘરની નીચેના પાર્કિંગ રૂમમાં ગૃહ પ્રવેશને કારણે પૂરી રાખી અને તેના ઉપર ગરમ પાણી અને એસિડ રેડ્યું હતું જય માતાજી. ગંભીર રીતે દાજી જતા સારવાર અર્થે આજે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને જણાવ્યું હતું કે તેને પાંચ દિવસ સુધી રૂમમાં પૂરી રાખી ભૂખ્યો રાખવામાં આવ્યો હતો અને રોજ ગરમ પાણી અને એસિડ માથે રેડવામાં આવ્યું હતું. છેલ્લા 15 વર્ષથી ગૃહ કલેશ ના કારણે તેના સાસરીયાઓ તેના ઉપર ત્રાસ ગુજારે છે તેવા આક્ષેપો તેને પોલીસ સમક્ષ કર્યા હતા.
વિગતો મુજબ કોઠારીયા રોડ ઉપર આવેલ સહકાર સોસાયટીમાં રહેતા વિજયભાઈ વાલજીભાઈ કાચાએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, તેને દિવાળીની આગલી રાતે તેના પત્ની નિશા સસરા વિનોદ અને તેની સગી પુત્રી દ્વારા તેને પાર્કિંગ રૂમમાં પૂરી દેવામાં આવ્યો હતો અને તેના ઉપર રોજ સતત પાંચ દિવસ સુધી એસિડ અને ગરમ પાણી રેડવામાં આવ્યું હતું જેના લીધે તેં ગુદાના ભાગે અને હાથ પર દાજી ગયો હતો. જેથી તેને આજે સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ થતા જ પોલીસ સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને તેને પ્રાથમિક પૂછતાછમાં જણાવ્યું હતું કે લગ્નના એક વર્ષ બાદ જ તેની પત્ની નિશા તેના ઉપર ત્રાસ ગુજારતી હતી અને તેના સસરા પણ નિશાનો સાથ દેતા હતા.અનેક વાર ગૃહ કલેશ મામલે બંને પતિ પત્નીને ઝગડા થતા હતા જેમાં નિશા અને તેના પિતા વિનોદ દ્વારા વિજયભાઈને મરમારવામાં અવતો હતો.
ત્યારે પણ તેને પોતાની પત્ની અને સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પરંતુ દિવાળીની આગલી રાતે તેના ઉપર સાસરીયાઓ દ્વારા ફરી ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. જેમાં તેને ને પાંચ દિવસ સુધી રૂમમાં ભૂખ્યો તરસ્યો પૂરી રાખી અને તેના ઉપર એસિડ અને ગરમ પાણી નાખવામાં આવ્યું હતું. જેના લીધે તે ગંભીર રીતે દાઝી ગયો હતો .જેથી હાલ પોલીસે તેનું નિવેદન આગળની કાર્યવાહી હાથ ધરી છે.