અબતક,રાજકોટ 

ઘરકંકાશને કારણે દંપતી વચ્ચે ઝઘડાના બનાવો પોલીસ ચોપડે નોંધાતા હોય છે. અને તે ઝઘડો ઘણીવાર ઉગ્ર સ્વરૂપ ધારણ કરી મારામારી સુધી પહહોંચી જતો હોય છે.ત્યારે તેવો જ એક બનાવ રાજકોટમાં થયો છે.જેમાં પત્નીએ રસોઈ મોડી બનાવતા પતિએ ગુસ્સે થઇ ઝગડો કરી તલવારના ઘા ઝીકી દીધા હતા.અને ખૂની હુમલો કરી પતિ જાતે જ તલવાર સાથે પોલીસ મથકે હાજર થયો હતો.

પત્ની પર ખૂની હુમલો કરી તલવાર સાથે પતિ પોલીસ મથકે હાજર થયો 

બનાવની મળતી માહિતી મુજબ શહેરના લક્ષ્મીવાડીના ગાયત્રી એપાર્ટમેન્ટમાં રહેતો આધેડ બપોરે તલવાર સાથે ભક્તિનગર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને તેણે તેની પત્નીને તલવારનો ઘા ઝીંકી દીધાની કબૂલાત આપી હતી.ગાયત્રી એપાર્ટમેન્ટમાં રહેતા ક્રિષ્નાબેન રાણીંગા (ઉ.વ.45) ગઈકાલે બપોરે પોતાના ઘરે હતા ત્યારે તેના પતિ કમલ કરશન રાણીંગા ઉશ્કેરાઇને તલવારનો ઘા ઝીંકી દીધો હતો. પતિએ હુમલો કરતા મહિલાએ દેકારો મચાવતા પાડોશીઓ દોડી ગયા હતા અને ક્રિષ્નાબેનને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

જ્યારે બીજી તરફ ક્રિષ્નાબેનનો પતિ કમલ કરશન રાણીંગા તલવાર સાથે ભક્તિનગર પોલીસ સ્ટેશને સામેથી રજૂ થયો હતો અને તેણે પત્નીને તલવારનો ઘા માર્યાની કબૂલાત આપી હતી.પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કમલ રાણીંગા સોની કામની મજૂરી કરે છે, અને તેને સંતાનમાં એક પુત્ર છે, કમલ રાણીંગા કેટલાક સમયથી માનસિક બીમારીમાં સપડાયો હતો અને તેની દવા પણ ચાલુ હતી પરંતુ તે લાંબા સમયથી દવા પણ લેતો નહોતો, સોમવારે બપોરે રસોઈના મુદ્દે બોલાચાલી થતાં કમલે ઘરમાં રહેલી તલવાર ઉઠાવી પત્નીને માથામાં ઝીંકી દીધી હતી.પોલીસે કમલ રાણીંગા સામે ખૂનની કોશિશનો ગુનો નોંધી તેની અટકાયત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.