ચાલુ ગરબા કાર્યક્રમે ડખો થયા બાદ ફરિયાદને પગલે ધરપકડ બાદ જેલહવાલે હતા
અબતક,રાજકોટ
રાજકોટ શહેરના એરપોર્ટ ફાટક પાસે, રેસકોર્ષ પાર્કમાં રહેતા દંપતી વચ્ચે ચાલુ ગરબા કાર્યક્રમમાં ડખો થયા બાદ પત્નીને માર મારી ત્રાસ આપવાની નોંધાયેલી ફરિયાદના ગુનામાં પકડાયેલા પતિ ચિરાગ હસમુખભાઈ વણજારાને રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા જામીન પર મુકત કરવાનો હુકમ કરાયો છે.
આ કેસની હકીકત એવી છે કે, રાજકોટમાં રેસકોસ પાર્ક વિસ્તારમાં રહેતું દંપતીમાં તા. 30/ 09/ 2022ના રોજ મોડી રાત્રીના સમયે રાજકોટમાં નીલ સીટી કલબમાં ગરબામાં પતિ-પત્ની “તું કેમ એકલો પોતાની રીતે ગરબા રમવા ચાલ્યો ગયો” તેવો પત્નિએ ઠપકો આપતા બન્ને વચ્ચે બોલાચાલી તથા ઝપાઝપી થતા પતિ ચિરાગ વણઝારાએ પત્ની પિનાલીબેનને 30 જેટલા ફડાકા ફરીયાદીને કાનના ભાગે મારી ગંભીર રીતે ઈજા પંહોચાડી અને પત્નીનું નું 10 થી 15 સેક્ધડ સુધી ગળું દબાવ્યાની ફરિયાદ તા. 02/102022 ના રોજ પ્રધ્યુમન પોલીસ સ્ટેશનમાં પત્નીએ નોંધાવી હતી. પોલીસે ચિરાગ ની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતાં જેલ હવાલે કર્યો હતો.
બાદ આરોપી ચિરાગ વણઝારાએ તેના એડવોકેટ મારફત કોર્ટમાં જામીન પર મુક્ત થવા અરજી કરવામાં આવી હતી. જે જામીન અરજીની સુનાવણી થતા કોર્ટે અરજદાર આરોપીના એડવોકેટની દલીલો, તથ્યો, સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને તેવું તારણ કાઢી આરોપીને રૂા. 20,000/- ના રેગ્યુલર જામીન પર મુક્ત કરવાનો હુકમ કરેલ હતો.આ કામમાં આરોપી વતી યુવા એડવોકેટ વૈભવ બી. કુંડલીયા તથા ગૌરાંગ પી. ગોકાણી રોકાયા હતા.