ધરેણા રૂપિયા માટે સેલો ટેપથી મોતને ઘાટ ઉતારી લુંટનું તરકટ રચ્યું તું: પોતાને ઇજા પહોચાડી અને મિત્રે બાંધી દીધાનું પોલીસ તપાસમાં ખુલ્યું’તુ
શહેરના સામા કાંઠે આવેલા સંત કબીર રોડ નજીક બામણીયા પરામાં નવ વર્ષ પૂર્વે પત્નીની હત્યા કરી અને પોતાને ઈજા કરી, લૂંટની સ્ટોરી ઉપજાવી કાઢી અને પોલીસને ગેરમાર્ગે દોરવાના ગુનાનો કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતા અદાલતે મૃતકના પતિ અને તેને મદદગારી કરનાર મિત્ર સહિત બનેને હત્યા અને પુરાવા સહિતની કલમો હેઠળ તકસિરવાન ઠેરવી અને બપોર બાદ બંને આરોપીઓને સજા સુનાવવામાં આવી છે.
વધુ વિગત મુજબ શહેરના સામા કાંઠે આવેલા બ્રાહણીયા પરા શેરીનંબર 2 માં રહેતી શિલ્પાબેન મુકેશભાઈ વ્યાસ નામની પરણીતાને મોઢે સેલો ટેપ વિટાળી પતિ મુકેશ ઈશ્વર વ્યાસે મોતને ઘાટ ઉતારયાની રાજારામ સોસાયટી માં રહેતા મૃતક શિલ્પાબેન ના પિતા મહેશ પરસોત્તમભાઈ વાઘેલાએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મુકેશ અને તેની પત્ની બનાવના આગલા દિવસે માવતરના ઘરે ગયા હતા ત્યારે શિલ્પાબેને તેની માતા અને પિતાને પતિ દ્વારા ત્રાસ અપાતો હોવાની રાવ કરી હતી. તેમજ મુકેશે પત્નીને મોઢે સેલોટેપ થી ગુગડાવી અને પોતાના હાથે છરી વડે ઈજા પહોંચાડી અને ત્રણથી ચાર લૂંટારુઓએ બાંધી દીધાની ફરિયાદમાં જણાવ્યું હતું.
પોલીસે ગણતરીના જ કલાકોમાં શિલ્પાબેન ની હત્યાનો ભેદ ઉકેલી તેના પતિ મુકેશભાઈ વ્યાસની ધરપકડ કરી પ્રાથમિક તપાસમાં પત્ની ઘરેણા અને પૈસા ન આપતા હોવાથી લૂંટનું નાટક રચી પત્નીને મોતને ઘાટ ઉતારી અને પોતે પોતાને હાથે છરી વડે ઈજા પહોંચાડી અને કેયુર કિશોર હિરાણી નામના શખ્સની મદદગારીથી પોતાના હાથ બાંધી દીધા હોવાનું તપાસમાં ખુલતા પોલીસે મુકેશ વ્યાસના મિત્ર કેયુર હીરાનીની ધરપકડ કરી હતી.અને તપાસ પૂર્ણ થતા બંનેને જેલ હવાલે કર્યા હતા. તપાસનીશ દ્વારા અદાલતમાં ચાર્જસીટ રજૂ કરવામાં આવતા બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર પક્ષે બિનલ બેન રેશિયા ઉપસ્થિત રહી સાક્ષી પંચો અને સાહેબોને તપાસવામાં આવ્યા હતા.
પોલીસે ડીસ્કવરી પંચના મામા ઘરેથી 50000 રૂપિયા કબજે કર્યા છે તેને હત્યાના ગુનામાં મદદગારી માટે આપ્યા હોવાનું પુરવાર થાય છે તેમજ આરોપી મુકેશની આગલી પત્ની દીપ્તિબેન તેમજ તેના સસરાને તપાસેલ તેઓએ પણ જણાવેલ કે પોતાની પુત્રીને ત્રાસ આપતા હોવાથી છૂટાછેડા લીધા છે ઉપરાંત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદા હો ધ્યાને લઈ ન્યાયધીશ બીડી પટેલે કલમ 302 114 અને 201 હેઠળ આરોપી મુકેશ વ્યાસ અને મદદગારી કરનાર કેયુર હિરાણીને તકસીરવાનં ઠેરવવામાં આવ્યા છે. આ કેસમાં સરકાર તરફે એપીપીનલબેન રવેશિયા હાજર રહ્યા હતા