રોષે ભરાયેલા પતિએ ભર ઊંઘમાં જ રહેલી બંને બહેનોને પતાવી દેવા કર્યો ખૂની હુમલો
રાજકોટમાં ગાંધીગ્રામ વિસ્તારમાં જીવંતિકા નગરમાં રહેતાં પતિએ પત્ની અને સાળીને ભર ઊંઘમાં હથોડીના ઘા ઝીંકતા બંનેને લોહિયાળ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી જીવંતીકા નગર રહેતા ઉષાબેન અરવિંદભાઈ વાધેર નામના 45 વર્ષની મહિલા અને તેની મોટી બહેન હકૂબેન બચુભાઈ પરમાર સવારે સુતા હતા ત્યારે પતિ અરવિંદે હથોડી ના ઘા ઝીંકી દેતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસને ઘટનાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ તાબડતોડ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ પતિ અરવિંદ અને પત્ની ઉષાબેન વચ્ચે મિલકત બાબતે બોલાચાલી થતી રહેતી હતી. જેનો ખાર રાખી આજ સવારે જ્યારે બંને બહેનો ઊંઘમાં હતી ત્યારે અરવિંદે હથોડા માર્યા હોવનું સામ આવ્યું છે.