નામદાર હાઈકોર્ટના સીટીંગ જજ મારફત તપાસ, અસિત વોરાની હકાલપટ્ટી અને ઉમેદવારોને વળતર આપવા સહિતની માંગ સાથે કલેકટરને આવેદન
રાજકોટ : શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હેડ ક્લાર્ક પેપર લીક મુદ્દે ત્રિકોણબાગ ચોકથી બહુમાળી ભવન ચોક સુધી વિશાળ બાઈક રેલી દ્વારા વિરોધ પ્રદર્શન કરી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
કોંગ્રેસે જણાવ્યું હતું કે ગુજરાતમાં વારંવાર રાજ્ય સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટી જવાની ઘટના સામાન્ય બની રહી છે. હાલમાં જ હેડ ક્લાર્ક ની ભરતી માટેની પરીક્ષાનું પેપર લીક થયેલ છે જેના કારણે રાજ્યના લાખો બેરોજગાર યુવાનો હાલાકી અને અરાજકતાનો ભોગ બન્યા. રાજ્યની ભાજપ સરકાર યુવાનોના પ્રશ્નો અંગે અત્યંત અસંવેદનશીલ હોવાનો આ એક વધુ બોલતો પૂરાવો છે.
પહેલેથી બેકારીનો ભોગ બનેલા રાજ્યના લાખો બેરોજગાર યુવાનોને પરીક્ષા આપવા જવાનો ખર્ચ, સમયનો દુર્વ્યય અને ભારે હાલાકી ભોગવવા પડ્યા. બેરોજગાર યુવાનો માટે ઉપયોગી આયોજન કે નીતિ ઘડવાને બદલે તેમની હાલાકીમાં વધારો કરવાનું રાજ્યની ભાજપ સરકારનું આ પગલું અત્યંત નીંદનીય છે. હંમેશની જેમ રાજ્યની પ્રજાના પડખે રહેવાની તેમજ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની નેમ સાથે કોંગ્રેસ પક્ષ સતત સક્રિય રહ્યો છે.
હેડ કલાર્કની પરીક્ષાનું પેપર ફુટવાની ઘટનામાં કોંગ્રેસ પક્ષની ૫ માંગ હતી જેમાં ૧) પરીક્ષાનું પેપર ફુટવાની તપાસ નામદાર હાઈકોર્ટના સીટીંગ જજ મારફત કરાવવામાં આવે. ૨) પેપર ફુટવાની નૈતિક જવાબદારી સ્વીનકારીને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસીત વોરા રાજીનામું આપે.૩) નૈતિક જવાબદારી સ્વીાકારી અસીત વોરા રાજીનામું આપવા તૈયાર ન હોઈ તો રાજ્ય સરકાર સત્તા વાપરીને હકાલપટ્ટી કરે. ૪)વિદ્યાર્થીઓએ સ્પાર્ધાત્મતક પરીક્ષાઓની તૈયારી કરવા માટે લાખો રૂપિયાની ફી ભરી-ટયુશન કલાસ, મોટા શહેરોમાં રહેવા-જમવાના ખર્ચાઓ કરીને તૈયારી કરી હોઈ છે, ત્યામરે પરીક્ષા રદ થતાં મહિનાઓ સુધી પુનઃ પરીક્ષા ન લેવાતા પુનઃ કલાસ અને તૈયારી કરવા લાખો રૂપિયાના ખર્ચાઓ થાય છે તેથી પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોને વ્યાજબી વળતર આપવામાં આવે. ૫) પુનઃ પરીક્ષા ન લેવાય ત્યાંસ સુધી ઉમેદવારોને માસિક રૂ.૫,૦૦૦/- ટયુશન કલાસ અને સ્પીર્ધાત્મ)ક પરીક્ષાની તૈયારીના ખર્ચ પેટે ચૂકવવામાં આવે.
હેડ ક્લાર્ક પેપર લીક મુદ્દે બાઈક રેલી માં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષા ગાયત્રીબા વાઘેલા, ડો. હેમાંગભાઈ વસાવડા, દિનેશભાઈ મકવાણા, જસવંતસિંહ ભટ્ટી, રહીમભાઈ સોરા, દિપ્તીબેન સોલંકી, ભરતભાઈ મકવાણા, મનપાના પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયા, ભાર્ગવભાઈ પઢીયાર, વોર્ડ પ્રમુખ અશોકભાઈ જોશી, સહિતના જોડાયા હતા.