રાજકોટ શહેર અને જિલ્લા ભાજપ દ્વારા મિડિયા વર્કશોપ યોજાયો હતો.પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શન અન્વયે ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર દ્વારા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી અને સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવની પ્રેરક ઉપસ્થિતિમાં મીડિયા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીડિયા વોર્કશોપમાં શહેરનાં તમામ 18 વોર્ડના મીડિયા સેલ ના ઇન્ચાર્જ તથા સહઇન્ચાર્જએ ભાગ લીધો હતો.
સરકારના વિકાસકાર્યો લોકો સુધી સુપેરે પહોંચાડવા એ માટેનું માધ્યમ એટલે ભાજપ મિડિયા સેલ: કમલેશ મિરાણી
રાજકોટ શહેર-જિલ્લા ભાજપ દ્વારા મીડિયા વર્કશોપ યોજાયો
વર્કશોપમાં પ્રિન્ટ મિડિયાના માધ્યમથી કઈ રીતે લોકો સુધી પહોચવું, લોકો ઉપયોગી કાર્યો કરવા, સમસ્યાઓ જાણવી વગેરેનું માર્ગદર્શન અપાયું
રાજકોટ શહેર ભાજપ દ્વારા યોજવામાં આવેલા મીડિયા વોર્કશોપમાં ચાવીરૂપ વક્તવ્યમાં સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઇ ધ્રુવે કાર્યકર્તાઓ ને આવશ્યક માર્ગદર્શન આપ્યું હતું. રાષ્ટ્રવાદને વરેલા જનસંઘ – ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાના ઇતિહાસની સંક્ષિપ્તમાં વિગત જણાવતા રાજુભાઈ ધ્રુવે ભાજપ સરકારના વિકાસકાર્યોનું ભાથું સર્વશ્રેષ્ઠ અને સર્વોત્તમ રીતે લઈને લોકો સમક્ષ લઈ જવું એ મીડિયા વિભાગની મહત્વ ની પ્રાથમિક જવાબદારી છે એ અંગે ઉપયોગી મહત્વ નું માર્ગદર્શન આપ્યું હતું.
રાજુભાઇ ધ્રુવ એ આગામી વર્ષ 2022માં યોજાનાર વિધાનસભાની ચૂંટણી સંદર્ભે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરાયેલ અનેક અને અસંખ્ય વિકાસના કામોનું ભાથું લોકોસુધી પહોચાડવા કમર કસી પ્રતિબદ્ધ થવા સાથે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ્ય દ્વારા થતા લોકકલ્યાણ યોજનાઓની માહિતી જનજન સુધી પહોંચાડવી જરૂરી હોવાનું પણ જણાવ્યું હતું.
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીએ મીડિયાનાં ઉપયોગ વિશે પક્ષનાં કાર્યકર્તાઓને પ્રચાર પ્રસારની કામગીરીમાં નિપુણતા હાંસલ કરવા જણાવી ભાજપ સરકારના વિકાસકાર્યો લોકોસુધી પહોંચાડવા એ મીડિયા વિભાગની જવાદારી છે એવું કહ્યું હતું. તેમણે કાર્યકર્તાઓને વૈચારિક રીતે સજ્જ થવા ઉપરાંત હકારાત્મક દ્રષ્ટિકોણથી અને મનન-ચિંતન અને વાંચન કરવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમના પ્રારંભમાં સ્વાગત પ્રવચન રાજકોટ શહેર ભાજપ મીડિયા સેલના ક્ધવીનર નીતિનભાઈ ભૂત કર્યું હતું અને મીડિયા વર્કશોપની ભૂમિકા સમજાવી હતી.
તાજેતરમાં રાજકોટમાં ‘કમલમ’ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પારિવારિક માહોલમાં રાજકોટ જિલ્લા તથા તાલુકાઓનાં ભાજપ મીડિયા ક્ધવીનર માટે વર્કશોપ યોજાયો હતો.
આ વર્કશોપમાં પ્રિન્ટ મીડિયાના માધ્યમથી કઈરીતે લોકો સુધી પહોચવું. લોકો ઉપયોગી કાર્યો કરવા તેમજ સમસ્યાઓ જાળવી અને ઉકેલવી તેમજ કઈ રીતે ન્યુઝ એડિટ અને તૈયાર કરવા તેનું માર્ગદર્શન ઉપસ્થિત મહાનુભાવોએ આપ્યું હતુ.
આ મીડિયા વર્કશોપમાં જિલ્લા સંગઠન પ્રભારી રક્ષાબેન બોળીયા, જિલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા, સૌરાષ્ટ્ર વિભાગના પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, સૌરાષ્ટ્ર મીડિયા વિભાગના સહ ક્ધવીનર સુરેશભાઈ માંગુકીયા, રાજકોટ જિલ્લા ભાજપ મીડીયા ઈન્ચાર્જ અરૂણભાઈ નિર્મળ, સહ ઈન્ચાર્જ કિશોરભાઈ ડોડીયા, ઉદયભાઈ લાખાણી તેમજ તાલુકા મીડીયા વિભાગના ક્ધવીનર તેમજ સહ ક્ધવીનર ઉપસ્થિત રહ્યા હતા.