આગામી દિવસોમાં વૈશ્વિક સ્તર પરની પ્રતિયોગિતામાં ભાગ લેવાનો નિર્ધાર: શ્રુતી પીપળીયા
ગુડગાંવ ખાતે મિસ અને મિસીસ ગ્લોબ ઈન્ડિયા ૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતની સંસ્કૃતિ અને દેશના વિવિધ રાજ્યોની સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાત તરફી પ્રતિનિધિ કરતા રાજકોટના શ્રુતી પીપળીયાએ ભારત સહિત ગુજરાતનું પણ નામ રોશન કર્યું છે. તેઓએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાંથી અનેકવિધ પ્રતિયોગીઓએ ભાગ લીધો હતો પરંતુ રાજકોટ ખાતેના ઓડિશનને પૂર્ણ કર્યા બાદ તેઓને ગુડગાંવ જવાનો મોકો મળ્યો હતો.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મિસ અને મિસીસ ગ્લોબ ઈન્ડિયા વૈશ્વિક સ્તર પર આ પ્રકારની ઈવેન્ટ કરવામાં ખુબજ આગળ છે. ત્યારે રાજકોટની શ્રુતી પીપળીયાએ ફાઈનલીસ્ટ પ્રતિયોગીતામાં પોતાનું સન સુનિશ્ચિત કર્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ ઈવેન્ટની તેઓને જાણ તાંની સો જ પહેલો પ્રશ્ન એ હતો કે, પરિવાર આ અંગે તેમને સહાનુભુતિ આપશે કે કેમ ત્યારે શ્રુતી પીપળીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, તેમના માતા-પિતા તથા તેમના પરિવારજનોનો સાથ સહકાર ખુબજ સારો મળ્યો છે. ગુજરાતમાં સિલેકશન થવા પાછળ તેઓએ માહિતી આપી હતી કે, સિલેકશન પ્રક્રિયા ખુબજ કઠીન હોય છે. જેમાં જનરલ નોલેજી માંડી એપ્ટીટયુડ વિશે તેઓની પરીક્ષાઓ લેવામાં આવે છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, તેમને છ માસનું સંતાન હોવા છતાં તેમના પરિવારજનોએ જે ભરોસો દાખવી આ પ્રતિયોગીતામાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા તે બદલ પરિવારજનોનો પણ શ્રુતી પીપળીયાએ આભાર માન્યો હતો. ગુડગાંવની હોટલ લેમન ટ્રી સેક ખાતે મિસ એન્ડ મિસીસ ગ્લોબ ઈન્ડિયા ૨૦૧૯ બ્યુટી પેજેન્ટમાં ગુજરાતમાંથી એકમાત્ર શ્રુતી પીપળીયાનું ચયન થયું હતું. જ્યાં તેઓએ રાષ્ટ્રીય સ્તર પર ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરી હતી. તેઓને જ્યારે પુછવામાં આવ્યું કે, તેમનો આગામી લક્ષ્યાંક શું છે તો તેઓએ જણાવ્યું હતું કે, તેઓ સનિક, રાષ્ટ્રીયસ્તરની પ્રતિયોગીતામાં ભાગ લીધો છે. હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર આ પ્રકારની પ્રતિયોગીતામાં ભાગ લેવા ઈચ્છી રહ્યાં છે. જેના માટે તેઓને અનેકવિધ ઓફરો પણ મળી છે. અંતમાં તેઓએ તેઓની સફળતા પાછળ તેમના માતા-પિતા, પરિવારજનો અને મિત્રોનો આભાર વ્યકત કર્યો હતો.