મચ્છરોના ઉપદ્રવ સબબ સાતને નોટિસ:27 દંડાયા
ડેન્ગ્યુ સહિતના રોગચાળા અટકાયતિ માટે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા હોટલ, રેસ્ટોરેન્ટ, બાંઘકામ સાઇટ, હોસ્પિટલ સહિત 38 સ્થળે મચ્છર ઉત્પતિ સબબ તપાસ ચેકીંગ હાથ ધરાયુ હતું.હોટલ, બાંઘકામ સાઇટ, હોસ્પિટલ સહિત 7 સ્થળોએ નોટીસ તથા 27 આસામીઓ પાસેથી રૂ.67,600/- નો વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
આરોગ્ય શાખા દ્રારા અતુલ મોર્ટસ પ્રા. લીમી., વેલનેસ હોસ્પિટલ,મહા શક્તિ હોટેલ, યોર રેસ્ટોરાં, યુનિવર્સલ ટ્રેડ સેન્ટ્રલ,કાવેરી હોટેલ, જ્યોતિ હોટેલ, ગેલેક્સી હોટેલ, ઓપેરા ટાવર, હોટ એન્ડ મોર રેસ્ટોરાં, શ્રી આર બી કોઠારી હોસ્પિટલ, નમન ન્યુરો સર્જીકલ હોસ્પિટલ, જય ચેમપ્સ માલવિયા ક્રોઈન,રિવેરા હોટેલ , અમિત ટાયર,(ડેલો), સંતોષ હોટેલ, માધવ કોમ્પલેક્ષ, માલાબાર, તનિષ્ક જવેલર્સ, હાઈ સ્ટ્રીટ કોમ્પલેક્ષ, રાજરતન કોમ્પલેક્ષ, સિલ્વર ચેમ્બર, જે પી ટાવર, મોરીસ ફ્યુગ્ન રેસ્ટોરાં, કુંજ કોમ્પલેક્ષ, હોટેલ તેજ પેલેસ, કુંજ કોમ્પલેક્ષ, વરદ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલ,હોટેલ ક્રિશ્ના પેલેસ,ડો. શાહ ઓર્થોપેડીક હોસ્પિટલ, હોટેલ સમ્રાટ,આશીર્વાદ ગેસ્ટ હાઉસ,કોટક હોમિયોપેથીક વિભાગ અને મંગલમ હોસ્પિટલને મચ્છરોના ઉપદ્રવ મામલે નોટિસ ફટકારી દંડ વસુલયો હતો.