રાજકોટમાં પુષ્કળધામ મેઇન રોડ ઉપર આવેલ આવાસ યોજનામાં રહેતા અને ધોરણ 10 માં રીપીટર તરીકે પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ અને તેના બે મિત્રો પર કાલાવડ રોડ પર આવેલા આશાપુરા પાનના સંચાલકોએ સિગરેટ નથી આપવી તેમ કહી ધોકા વડે માર મારતા જેમાં બે યુવાનોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવ આજે ફરિયાદી પિયુષેભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે બે વાગ્યે તે તેના મિત્ર જતીન વાજા સાથે આશાપુરા હોટલે નાસ્તો કરવા ગયો હતો. તે વખતે હોટલ બંધ હતી. પરંતુ હોટલના સંચાલક રાહુલ અને મેહુલ હોટલની અંદર બેસી ધંધો કરતા હતા. જેથી સીગરેટ માંગતા આપી નહતી. થોડીવાર બાદ હોટલની બહાર આવી બંનેએ તેને અને મિત્રને ગાળો ભાંડી ઝપાઝપી કરી હતી.
પરીણામે તે મિત્ર સાથે ત્યાંથી જતો રહ્યો હતો. કાલાવડ રોડ પર રહેતા મિત્ર ધવલના ઘર પાસે શેરીમાં પડેલી રીક્ષામાં જઈ બેસી ગયા હતા. થોડીવારમાં ત્યાં હોટલના સંચાલકો રાહુલ, મેહુલ અને તેના પિતા ધનાભાઈ ઉપરાંત અજાણ્યા શખ્સ ધસી આવ્યા હતા. તેને અને તેના મિત્રને ગાળો ભાંડયા બાદ ધોકા અને પ્લાસ્ટીકના ધોકા વડે હુમલો કરી, માર માર્યો હતો.આ ઉપરાંત જ્ઞાતિ પ્રત્યે પણ અપમાનીત કરી જતા રહ્યા હતા. જેમાં તેને ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોલીસે પિયુષભાઈ ની ફરિયાદ પરથી વધુ કાર્યવાહી હાથ ધરી છે.