કોડીનાર પંથકના યુવકે પરિણીતાને બ્લેક મેઇલીંગ કરી બળાત્કાર ગુજાર્યો

કોડીનાર તાલુકાના માલપર ગામનો વતની અને હાલ શહેરના જામનગર રોડ પરની હોટલના મેનેજરે પત્ની સાથે અણબનાવની વાત કરી પત્નીની સ્ત્રી મિત્રને સમજાવવાના બ્હાને ઘરે બોલાવી બળજબરીથી દુષ્કર્મ આચરી અને જો ફરીયાદ કરીશ તો નગ્ન ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપવાના ગુનામાં પોલીસ ધરપકડની દહેશતથી કરેલી આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે.

વધુ વિગત મુજબ શહેરના જામનગર રોડ પરના ગામે રહેતી પરણીત પ્રેમિકાએ મુળ કોડીનાર તાલુકાના માલપર ગામનો અને જામનગર રોડ પરની હોટલના મેનેજર હાર્દિક ટાભાભાઇ સોસાએ બ્લેક મેઇલીંગ કરી દુષ્કર્મ ગુજાર્યાની ફરીયાદ નોંધાવી છે.

એફકેઝેડ

હાર્દિક સોસાએ પ્રેમિકાને ફોન કરી ને કહ્યું કે પત્નીએ દરવાજો બંધ કરી દીધો તેમ કહી ઘરે બોલાવી દુષ્કર્મ આચરી નગ્ન ફોટાઓ પાડી વાયરલ કરવાની ધમકી આપી અનેક સ્થળે લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો.પોલીસે હાર્દિક સોસા સામે ફરીયાદ નોંધતા ધરપકડની દહેશતની કરેલી જામીન અરજીમાં બન્ને પક્ષની રજુઆત બાદ સરકાર પક્ષ અને મુળ ફરીયાદી ના એડવોકેટની દલીલો અને દસ્તાવેજી પુરાવા ના અંતે આરોપી હાર્દિક સોસાની આગોતરા જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે.

આ કેસમાં મુળ ફરીયાદીના વતની એડવોકેટ તરીકે સુરેશ ફળશુ  ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા અને સરકાર પક્ષે આબીદ સોશન રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.