રાજકોટ, જામકંડોરણા, પોરબંદર, જૂનાગઢ અને મોરબીના સ્વાઈન ફલુના દર્દીઓને આઈસોલેશન વોર્ડમાં ખસેડાયા: આરોગ્ય તંત્રમાં દોડધામ
ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ઉતર ભારતમાં પડેલા વરસાદને પગલે હવામાનમાં પલટો આવતા ઠંડક પ્રસરતા સ્વાઈન ફલુએ પગપેસારો કર્યો છે. અત્યાર સુધી આઠ વ્યક્તિનાં સ્વાઈન ફલુી મોત યા છે. ત્રણ દિવસ પહેલા જ રાજકોટની ચાર વર્ષની બાળકીનો સ્વાઈન ફલુએ ભોગ લીધો હતો.
ત્યારબાદ જૂનાગઢ પંકમાં અનુબેન સીડા અને રાજકોટના રંગોલી પાર્કમાં રહેતા ભારતીબેન નામના મહિલાને તાવની બીમારી સબબ હોસ્પિટલમાં દાખલ કરાતા તેને સ્વાઈન ફલુનાં લક્ષણો હોવાનું બહાર આવતા સિવિલ હોસ્પિટલના તબીબોએ અનુબેન અને ભારતીબેનના લોહી અને લાળના નમુના લઈને મેડીકલ કોલેજની લેબોરેટરીમાં મોકલ્યા હતા. ત્યારબાદ જૂનાગઢમાં અનુબેન અને રંગોલી પાર્કના ભારતીબેનના રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ ઈ હતી અને બન્નેને હાલ સધન સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.
જયારે તા.૬/૪ના રોજ જામકંડોરણા પંકનાં ભાવનાબેન રાજેશ (ઉ.વ.૪૮), પોરબંદરના મોહનભાઈ ગોરધનભાઈ (ઉ.વ.૬૦), જૂનાગઢના રાજુભાઈ ભીખાભાઈ (ઉ.વ.૫૩) અને મોરબીના પાંચ માસના બાળકને તાવની બિમારી સબબ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જયા તેઓને સ્વાઈન ફલુ વોર્ડના આઈસોલેશન વિભાગમાં ખસેડવામાં અાવ્યા હતા. ત્યારબાદ તેના લોહી અને લાળનાં નમુના લઈ તેમને પીડીયુ મેડિકલ કોલેજની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જયાં ગઈકાલે સાંજના સમયે તમામનાં સ્વાઈન ફલુ રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. આી હોસ્પિટલ તંત્ર અને આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે અને સ્વાઈન ફલુ વોર્ડમાં ખસેડાયેલા ત્રણ મહિલા સહિત છ દર્દીઓની સધન સારવાર આપવામાં આવી રહી છે. તેમજ આરોગ્ય તંત્રે રાજકોટનાં અલગ-અલગ વિસ્તારોમાં ઈ પાણીના નમુના લીધા હતા.