વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કોર્પોરેશન અને રૂડાના રૂ. 379.66 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
ગુજરાતના પનોતા પુત્ર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અદકેરા સ્વાગત માટે જુદા જુદા સમાજ, સંસ્થાઓ અને શહેરીજનોનો અભૂતપૂર્વ સહયોગ મળી હતો.આજથી સિવિલ હોસ્પિટલ ચોક બ્રિજ,નાના મવા સર્કલ બ્રિજ અને રામપીર ચોકડી બ્રિજ વાહન ચાલકો માટે ખુલ્લા મૂકી દેવાયા છે.
આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા)ના કુલ રૂ. 379.66 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું.રોડ શો દરમિયાન પ્રધાનમંત્રીને આવકારવા શહેરીજનોનો જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો..
પીએમ દ્રારા રાજકોટ મહાનગરપાલિકાના ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-ઇન્ડિયા અંતર્ગત લાઈટહાઉસ પ્રોજેક્ટ, સિવિલ હોસ્પિટલ ચોક ખાતે ફોરલેન ટ્રાઈએંગલ ફ્લાયઓવર બ્રીજ, 150 ફૂટ રિંગ રોડ પર નાનામવા ચોક ખાતે ફ્લાયઓવર બ્રીજ, 150 ફૂટ રિંગ રોડ પર રામદેવપીર ચોક ખાતે ફ્લાયઓવર બ્રીજ અને નિર્મળા કોન્વેન્ટ મેઇન રોડ પર ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર પ્રોજેક્ટ તેમજ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા)ના એઇમ્સ હોસ્પીટલને જોડતો 30 મી 4-માર્ગીય ડી.પી. રોડ અને એઈમ્સ હોસ્પીટલને જોડતા 90 મી 6-માર્ગીય ડી.પી રોડને જોડતા પ્રોજેક્ટ્સનોની લોકાર્પણ કર્યું હતું.
આ ઉપરાંત મવડી મેઇન રોડ પાસે ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્લેક્ષ અને મોટામવા સ્મશાન પાસેના કાલાવડ રોડ પરનો બ્રીજ વાઇડનીંગ કરવાનું કામ (પાર્ટ-1) તથા ભીમનગરથી મોટામવાને જોડતા બ્રીજ (પાર્ટ-ર) બનાવવાના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું.આજથી ત્રણેય બ્રિજને ખુલ્લા મૂકી દેવતા શહેરીજનોએ ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળી છે.