મચ્છરોની ઉત્પતિ સબબ 68 સ્થળોએ કોર્પોરેશન ચેકીંગ: હોટેલ અને બાંધકામ સાઇટ સહિત 15 સ્થળે મચ્છરોના પોરા મળી આવ્યા: ર7,500નો દંડ વસૂલાયો
શહેરમાં ડેન્ગ્યૂ, મેલેરિયા અને ચિકનગુનિયા સહિતના રોગચાળાએ માથુ ઉંચક્યું છે ત્યારે રોગચાળાને નાથવા માટે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન મેલેરિયા વિભાગ દ્વારા શહેરમાં અલગ-અલગ સ્થળોએ મચ્છરની ઉત્પતિ સબબ ચેકીંગ હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત હોટેલ, કોમ્પ્લેક્સ અને બાંધકામ સાઇટ સહિત કુલ 68 સ્થળોએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. હોટેલ અને બાંધકામ સાઇટ સહિત 15 સ્થળોએ મચ્છરોના લારવા મળી આવતા નોટિસ ફટકારી રૂ.ર7,500નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
ચેકીંગ દરમિયાન માધવ રેસ્ટોરન્ટ, વિજય હોટેલ, યશ હોટેલ, એવરગ્રીન હોટેલ, પેરેમાઉન્ટ કોમ્પ્લેક્સ, લક્ષ્મી સ્ટેશનરી, જસાણી સ્કુલ, રામદેવ મોબાઇલ, ગેલીયસ ઓટોહીસ, અતુલ ઓટો મોબાઇલ, પરફેક્ટ હીરો શો-રૂમ, સિધ્ધી વિનાયક હોન્ડા શો-રૂમ, બાંધકામ સાઇટ, નેક્સેસ ફીટનેસ ક્લબ, આનંદ મેડીકલ, સુમન ટ્રેડ ઇન્કોર્પોરેશન, નેકઝા, નંદવાસ કોમ્પ્લેક્સ, આકાંક્ષા કોમ્પ્લેક્સ, ધરતી હોન્ડા, જે.કે.ઓટોમોવિટ, મોરીસ હોટેલ, રોયલ કોમ્પ્લેક્સ, નિર્માણ કોમ્પ્લેક્સ, મહેતા બ્રધર્સ ઇન્ડીયન ઓઇલ, રાઠોડ ચેમ્બર્સ, શિવાલિક-54, શિવાલિક-7, દિપકભાઇ ટી-સ્ટોલ, બોમ્બે ગેરેજ, આર્થિક ભવન, પાઇન વીન્ટા હોટેલ, રાજકોટ જિલ્લા સહકારી મંડળી ઓફિસ, કામદાર કારઝને ત્યાં મચ્છરના લારવા મળી આવતા નોટિસ ફટકારી દંડ વસૂલ કરવામાં આવ્યો છે.