રાજકોટમાં ગણેશ મહોત્સવમાં ભારે લોકપ્રિય સર્વેશ્ર્વર ચોકગણપતિ મહોત્સવનો મોટી સંખ્યામા લોકો લાભ લઈ રહ્યા છે. સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ ભવ્ય આયોજનમાં સતત છઠ્ઠા વર્ષે અવનવા સામાજીક કાર્યો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવેલ છે .
વિશાળ ડોમમાં 11 ફુટના ઈકો ફ્રેન્ડલી દુંદાળાદેવની સ્થાપના સાથોસાથ બંને સાઈડ આકર્ષક સિંહની પ્રતિકૃતિ રાખવામાં આવેલ છે. તો એન્ટ્રીમાં બંને સાઈડમાં 8 ફુટના હાથીની કૃતિ રાખવામાં આવેલ છે તેની સાથે બન્ને બાજુ દરવાન રાખ્યા છે.
આ વિશાળ પંડાલમાં 12 ફુટ ઉંચાઈ ધરાવતી મહાદેવની મૂર્તિ પણ ખૂબ જ આકર્ષણ લાગે છે. સુંદર ફલાવર લાઈટીંગની સજાવટ ફાઉન્ટેનનો નજારો સાથે થ્રી ડી થીમ એક સાઈડમાં એરેન્જ કરવામાં આવેલ છે. દરરોજ સવારે 830 તથા રાત્રે 7-45 વાગ્યે મહાઆરતી ત્યાર બાદ રોજબરોજ સામાજીક કાર્યો / સાંસ્કૃતિક પ્રોગ્રામ જેમાં વાઈટ શર્ટ બ્લુ જીન્સ ડ્રેસ કોર્ડ રાખવામાં આવેલ.
પ્રોગ્રામની સૂચિ તા . 01/09 રાત્રે 8-00 વાગ્યે સત્યનારાયણ કથા તા . 03/09 વૃદ્વાશ્રમના ભાઈ / બ્જેનોના જમણવાર રાત્રે 869 વાગ્યે તા . 04/09 સાજે 5-00 વાગ્યે બ્લડ ડોનેશન કેમ્પ તા . 05/09 અનાથ આશ્રમના કોને જમણવાર તા . 06/09 અન્નકોટના દર્શન તા . 07/09 શ્રીનાથજીની ઝાંખી તા . 09/09 સવારે 10-00 કલાકે વિસર્જન યાત્રા નીકળશે. આ મહોત્સવમાં લોકો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે.
આ સમગ્ર આયોજનમાં ટ્રસ્ટના પ્રમુખ કેતનભાઈ સાપરીયા , જતીનભાઈ માનસતા , અલ્લાઉદ્દીનભાઈ કારીયાણી , વિપુલ ગોહેલ , સુધાસિંહ જાડેજા , પરેશભાઈ ડોડીયા , પુષ્પરાજસિંહ જાડેજા , દિલીપસિંહ જાડેજા , અતુલભાઈ કોઠારી , બહાદુરસિંહ કોટીલા , રાજુ કીકાણી , હિતેષભાઈ કારીયા , રાજુભાઈ જાની , સમીરભાઈ દોશી , જયેશભાઈ જોષી , હિતેશભાઈ જેઠવા , મુકેશભાઈ વાઘેલા , ગુલાબસિંહ જાડેજા , લાલાભાઈ મીર , અશોકભાઈ સામાણી વગેરેએ આ આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવે છે . ખોડલ ઈવેન્ટના અશોકભાઈ લુણાગરીયા , લાઈટીંગમાં જુગલભાઈ , એલઈડી દેવર્ષિ પાઠક , સાઉન્ડ પુરોહીત સાઉન્ડ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.