સીબીઆઇ દ્વારા ડી.જી.એફ.ટી.ના જોઇન્ટ ડાયરેકટર જવારી લાલ બિશનોઈને લાંચની કાર્યવાહીમાં ઓફિસે લઈ જતા મોતની છલાંગ લગાવી
સીબીઆઇના સ્ટાફે જ ઉચ્ચ અધિકારીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા: પ્રાથમિક સારવારમાં દમ તોડયો
ગઇ કાલે સીબીઆઇએ એન.ઓ.સી.માટે રૂ.૫ લાખની લાંચ લેતા ઝડપી પાડયા’તા
રાજકોટમાં ગઇ કાલે સીબીઆઇ દ્વારા ડી.જી. એફ.ટી.ના જોઇન્ટ ડાયરેકટર જવારિલાલ બિષનોઈને રૂ.૫ લાખની લચ લેતા ઝડપી પાડયા બાદ આજરોજ સવારે તેમની ઓફિસે સર્ચ ઓપરેશન કરવા જતાં ડાયરેકટરે પોતાની ઓફિસની મોતની છલાંગ લગાવી આપઘાત કરતા ચકચાર મચી જવા પામ્યો છે. ઉચ્ચ અધિકારીએ ચોથા માળેથી છલાંગ લગાવતા સીબીઆઇનો સ્ટાફ જ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ ગયો હતો પરંતુ પ્રાથમિક સારવારમાં જ તેઓએ દમ તોડયો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ
રાજકોટના જીલ્લા પંચાયત ચોક નજીક ગીરનાર સિનેમાની બાજુમાં જસાણી બિલ્ડીંગ ખાતે બેસતી ડાયરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફીસ ખાતે ફૂડની નિકાસ પરવાનગી માટે જરૂરી દસ્તાવેજોની છ ફાઈલ ફરિયાદીએ રજૂ કરી હતી. તેમની બેંક ગેરંટીના ૫૦ લાખ રૂપિયા માટેની એનઓસી આપવા નવ લાખ આપવા નક્કી થયેલુ જે પૈકી પાંચ લાખનો પ્રથમ હપ્તો શુક્રવારે આપવાનુ નક્કી થયેલું અને બીજો હપ્તો એનઓસી મળી જાય એટલે આપવાનું નક્કી થયેલું હતું.. જે રકમ નિકાસકાર આપવા માંગતા ન હોય જે અંગે સીબીઆઈનો સંપર્ક કર્યો હતો.
સીબીઆઈના અધિકારીઓએ મોડી સાંજે ઓફીસ ખાતે છટકુ ગોઠવ્યુ હતુ. જેમાં લાંચની રકમનો પ્રથમ હપ્તો રૂા.પાંચ લાખ ઉચ્ચ અધિકારી જે.એમ.બિશ્નોઈ સ્વિકારતા રંગે હાથે ઝડપાય ગયા હતા.આ બનાવથી ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ ફેલાય ગયો હતો. છટકામાં ઝડપાયેલા અધિકારીની ઓફીસ અને બંગલામાં સીબીઆઈ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે.
રાજકોટ ખાતે ગિરનાર ટોકીઝની બાજુમાં આવેલ ડાયરેકટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડના જોઈન્ટ ડીજીએફટી જવારિલાલ બીશ્નોઈ. ફૂડ કેનની નિકાસ સંબંધી જરૂરી દસ્તાવેજોની છ ફાઈલ ફરિયાદીએ રજૂ કરી હતી. તેમની બેંક ગેરંટીના ૫૦ લાખ રૂપિયા માટે એનઓસી આપવા નવ લાખ પૈકી પાંચ લાખનો પ્રથમ હપ્તો માંગ્યો હતો. બીજો હપ્તો એનઓસી મળી જાય એટલે આપવાનો હતો. સીબીઆઇ દ્વારા વિદેશ વ્યાપાર કચેરી ખાતે શુક્રવાર બપોરથી ઓફિસમાં ધામા નાખ્યા હતા.
જેમાં ફરિયાદી પાસેથી લાંચનો પ્રથમ હપ્તાની રકમ પાંચ લાખની લાંચ લેતા ઝડપી લીધા હતા. ઓફિસ અને રાજકોટ ખાતેના રૈયા રોડ પરના સોપાન હાઈટ્સમાં આવેલ નિવાસસ્થાને સીબીઆઈના દરોડામા ૫૦૦ની નોટોના થેલાઓ કબ્જે કરી ડોલર અને પાઉન્ડમાં વિદેશી ચલણ મોટી સંખ્યામાં મળી આવ્યાની પણ ભારે ચર્ચાએ જોર પકડ્યું હતું. આ ઉપરાંત લાંચમાં ઝડપાયેલા અધિકારીના વતનમાં પણ સીબીઆઇ દરોડો પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
તે દરમિયાન આજરોજ સવારે સીબીઆઇ દ્વારા જોઇન્ટ ડાયરેકટરના નિવાસ્થાન બાદ ગિરનાર સિનેમા પાસે આવેલી ઓફિસે સર્ચ ઓપરેશન હાથધર્યું હતું. જોઇન્ટ ડાયરેક્ટર જવારિલાલ બિશનોઇને ઓફિસે લઈ જતી વેળાએ તેઓએ ત્યાંથી મોતની છલાંગ લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. હાલ પોલીસ દ્વારા મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.
જોઇન્ટ ડાયરેક્ટરની હત્યા થયાનો પરિવારજનોનો આક્ષેપ
સીબીઆઇ દ્વારા ડી.જી.એફ.ટી.ના જોઇન્ટ ડાયરેક્ટર જવારીલાલ બિશનોઈને રૂ.૫ લાખની લાંચ લેતા ઝડપી પાડયા બાદ આજરોજ સવારે તેમની ઓફિસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જ્યાંથી જવારિલાલ બિશનોઈએ ચોથા માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. જે પગલે મૃતકના પરિવારજનોએ જોઇન્ટ ડાયરેક્ટરની હત્યા થઈ હોવાનુ આક્ષેપ કર્યો હતો. જેના કારણે સિવિલ હોસ્પિટલમાં મૃતકના પરિવારજનોએ હત્યાનો આક્ષેપ કરી સીબીઆઇ અધિકારીઓ પાછળ માર માટે દોડ્યા હતા અને સિવિલ હોસ્પિટલમાં દોડધામ મચી ગઇ હતી.
સીબીઆઇના અધિકારીએ મોતને ઘાટ ઉતાર્યા: મૃતકના ભાઇ
હત્યાની કલમ હેઠળ ગુનો નોંધાયા બાદ મૃતદેહ સ્વીકારશે
શહેરમાં સીબીઆઇ દ્વારા ફોરેન જનરલ ટ્રેડના જોઇન્ટ ડાયરેક્ટ જવરી મલ બિશનોઈ રૂ.5 લાખની લાંચ લેતા ઝડપાયા બાદ આજ સવારે તેમની ઓફિસના ચોથા માળેથી સીબીઆઇ અધિકારીઓની હાજરીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. પરંતુ આ અંગે રાજસ્થાન સ્થિત તેમના ભાઈ સંજય કુમાર દ્વારા સીબીઆઇ અધિકારીઓ પર હત્યાનો આરોપ લગાવ્યો છે. જેમાં મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે જ્યાં સુધી હત્યાની કલમનો ઉમેરો નહિ થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે.
આ સાથે જવરી મલ બિશનોઇ પ્રકરણમાં તેમના ભાઈ સંજય કુમારે મીડિયા કર્મી સમક્ષ સરકાર વિરુદ્ધ આક્ષેપ કર્યા હતા. જેનાથી જણાવ્યું હતું કે દિલ્લીથી રાજકોટ બદલી કરાવવી તેમને લાંચના કેસમાં ફસાવી સીબીઆઇ અધિકારીઓ દ્વારા મોતને ઘાટ ઉતારી નાખ્યાના આક્ષેપ કર્યા હતા. આ સાથે મૃતકના ભાઈ સંજય કુમારે જણાવ્યું હતું કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને રાજકોટ આવી પોતાના ભાઈની મોતનો ન્યાય મેળવવા માટે અપીલ કરી છે. તો બીજી તરફ તેના ભાઈનું પીએમ દિલ્લી તબિબો નિષ્ણાતો દ્વારા કરવામાં આવે તેવી માંગ છે.
ચેમ્બરની બારીમાંથી કૂદકો મારી અધિકારીએ આપઘાત કર્યો : ડીસીપી સુધીર દેસાઈ
ડાયરેક્ટર જનરલ ફોરેન ટ્રેડના જોઈન્ટ ડાયરેક્ટર જાવરીમલ બિશ્નોઈએ ઓફિસના બિલ્ડિંગના ચોથા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હતો. જેમાં તેને તાત્કાલિક સારવાર વખતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેનું ટૂંકી સારવાર દરમિયાન મોતની પછી હતું આ મામલે ડીસીપી ઝોન 1 સુધીર દેસાઈએ પત્રકાર પરિષદ યોજી જેમાં તેને જણાવ્યું હતું કે , અધિકારીએ આજે સવારે ઓફિસના ચોથા માળેથી કૂદકો મારી દેતાં હાજર સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. સીબીઆઈવી ટ્રેપ બાદ આખી રાત તેમની ઓફિસ અને ઘરમાં દરોડાની કાર્યવાહી ચાલી હતી. ત્યાર બાદ આજે સીબીઆઇના અધિકારીઓ તેની ઓફિસે ગયા હતા ત્યારે તપાસ દરમિયાન આઈએએસ અધિકારીએ બદનામીના ડરથી બિલ્ડીંગના ચોથા મારે પોતાની ઓફિસની બારીમાંથી કૂદકો મારી આપઘાત કર્યાની શંકા સેવાઈ રહી છે.