રાજકોટના એન્જીનીયરીંગ એશોસીયેશનના પુર્વ પ્રમુખએ બળત્કારના કેસની ફરીયાદ રદ કરાવવા હાઈકોર્ટમાં કરેલી પીટીશનમાં ભોગ બનનારનું મહીલાની બનાવટી સહી વાળી અરજી સોગંદનામા સાથે રજુ કરી હાઈકોર્ટને ગેરમાર્ગે દોરવા કેસમાં ગોકુલ સગપરીયાની આગોતરા જામીન અરજી હાઇકોર્ટ રદ કરતો હુકમ કર્યો છે.
જામીન આપવાથી આવો ગુન્નો કરતા તત્વોને મોકળુ મેદાન મળે,
કાયદાનો ભય રહે નહી અને સમાજ ઉપર તેની વીપરીત અરસ પડે : હાઇ કોર્ટ
વધુ વિગત મુજબ એન્જિનિયરિંગ એસો.નાં પ્રમુખ ગોકુલ બાબુભાઈ સગપરીયાનાં કારખાનામાં નોકરી કરતી યુવતીએ ગોકુલ સગપરીયા વીરૂધ્ધ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. દુષ્કર્મની ભોગ બનેલી ફરીયાદીએ વકીલ તરીકે સંજય પંડીતને રોકેલા હોય તેની સાથે ફરીયાદીને અણબનાવ બનતા ફરીયાદીએ વકીલ તરીકેથી હટાવી દીધેલા હોય જેથી આરોપીઓએ ફરીયાદી અને દિનાબેનના પતિ વચ્ચેના ગેરકાયદેના ખોટા સબંધો બતાવી ફરીયાદીના ચારીત્રને નુકશાન થાય તે ઈરાદાથી ગોકુલ સગપરીયાની પીટીશનને ફાયદો થાય અને ગોકુલ સગપરીયા સામેની બળત્કારની ફરીયાદ રદ થાય તેવા બદ હેતુથી દિનાબેન સોલંકીનો સ્વાંગ રચી તેણીના નામની ખોટી અરજીમાં બનાવટી સહી કરી ખરા તરીકે ઉપયોગ કરી તેના આધારે ખોટુ સોગંદનામું કરી પુરાવા તરીકે ખોટુ કથન તેમજ ખોટો એકરાર કરી પુરાવો આપી ખોટા નામે ઠગાઈ કરી સમાન ઈરાદો પાર પાડવા કાવત્રાને અંતીમ અંજામ આપી એકબીજાને મદદગારી કર્યા સબંધેની ભોગ બનનારે ડોલી બીરવાણ ,સંજય પંડીત અને ગોકુલ સગપરીયા વીરૂધ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરીયાદી ધ્વારા તા.18/08/2022ની ફરિયાદ આપી હતી
ઉપરોકત ફરીયાદ અન્વયે ગોકુલ સકરીયાએ પોતાની સંભવીત ધરપકડ સામે રાજકોટની સેશન્સ અદાલતે રદ કરતા જે હુકમથી નારાજ થઇ હાઇકોર્ટેમા આગોતરા જામીન અરજી રદ કરી હતી. જે કામે મુળ ફરીયાદીએ જે વાંધા લીધેલા તેમા આ કેસના ફરીયાદીએ ગોકુલ સગપરીયા સામે બળાત્કારની કરેલી ફરીયાદ રદ કરાવવા હાઈકોર્ટમાં કરેલી પીટીશનમાં હાલના ફરીયાદીને કેરેક્ટર ખરાબ ચીતરી ફરીયાદ રદ કરાવવા કાવતરું ઘડી હાઈકોર્ટને ગેરમાર્ગે દોરવા કોશીષ કરી જ્યુડીશીયલ પોસીડેંગમા ફોર્જ ડોક્યુમેન્ટને એફીડેવીટ સાથે ખરા તરીકે રજુ કરી ગંભીર પ્રકારનો ગુનો વેલ એજયુકેટેડ લોકોએ આચરેલો હોય જે ગંભીરતા લઈ હાઇકોર્ટએ આગોતરા જામીન અરજી નામંજુર કરતો હુકમ ફ2માવેલો છે.
ઉપરોકત કેસમા મુળ ફરીયાદી વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, કિશન મોડલીયા, ભાવીક ફેફર, મીહીર દાવડા તથા મદદમા યુવરાજ વેકરીયા, જય પીઠવા, નીરવ દોંગા, કેતન પરમાર, પીન્સ રામાણી, ભરત વૈકરીયા તથા સરકાર તરફે એસ.કે. વોરા રોકાયેલ હતા.