રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર ફ્રુટના વેપારીને ત્યાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. તેમજ 500 કિલોથી વધુનો અખાદ્ય ફ્રુટનો જથ્થો ઝડપીને તેનો નાશ કરવામાં આવ્યો છે. રાજકોટ મહાપાલિકાની ફૂડ એન્ડ ડ્રગ શાખા છેલ્લા ઘણા સમયથી આવી રીતે સમયાંતરે દરોડા પાડીને વાસી અને અખાદ્ય પદાર્થોનો નાશ કરી રહી છે.
બીજી તરફ રાજકોટ મહાનગર પાલિકાના દબાણ વિભાગે ગેરકાયદે દબાણ હટાવાની કામગીરી શરૂ કરી છે. શહેરના યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ પર રસ્તા પર પાર્કિંગ કરેલા વાહનોને હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. આ વિસ્તારમાં વધી રહેલી ટ્રાફિક સમસ્યાને હલ કરવા અહી વ્યા૫ક બની ગયેલા દબાણો દૂર કરવા જરૂરી બન્યા છે.