ચોમાસાની ઋતુ દરમ્યાન વરસાદ બંધ રહ્યા બાદ ર૦ થી ૩૦ દિવસ બાદ મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાની સંભાવના હોય છે. આથી મચ્છરજન્યરોગચાળાઅટકાયતી માટે માન. કમિશનર બંછાનિધીપાનીનીસીધી દેખરેખ હેઠળ આરોગ્ય અધિકારીશ્રી પંકજ રાઠોડના માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખા દ્વારા સધન ઝુંબેશ કરવામાં આવી રહી છે.
ડેન્ગ્યુ રોગ એડિસઈજીપ્તથી મચ્છર દ્વારાફેલાય છે જયારેમેલેરિયા રોગ એનોફિલીસ મચ્છર દ્વારાફેલાય છે. ડેન્ગ્યુ તથા મેલેરિયા અટકાયતી માટે તમામ ૧૮ વોર્ડમાંઈન્ટ્રાડોમેસ્ટીકપોરાનાશક કામગીરી,પેરાડોમેસ્ટીકપોરાનાશક કામગીરી, વેહિકલમાઉન્ટેનફોગીંગ, ઈન્ડોરફોગીંગ, ફિવરસર્વેલન્સ, બાંધકામ સાઈટ, શાળા, હોસ્પિટલ, ધાર્મિક સ્થળો સહિત જુદી-જુદી પ્રિમાઈસીસની મુલાકાત કરી વાહક નિયંત્રણની કામગીરી ઝુંબેશ સ્વરૂપે કરવામાં આવી રહી છે.
સંવેદનશીલ વિસ્તારોમાં ઈન્ટ્રાડોમેસ્ટીકપોરાનાશક કામગીરી એટલે કે રહેણાક વિસ્તારમાં ઘરની અંદર તથા બહાર ટાંકા-પીપ, બેરલ, પક્ષીકુંજ, ભંગાર, ટાયર સહિતના પાણી ભરેલ તમામ પાત્રો ચકાસી મચ્છરનાપોરાનાનો નાશ કરવાની કામગીરી ૬૦ફિલ્ડવર્કર તથા ર૭૧અર્બન આશા દ્વારા કરવામાં આવે છે. સાથે સાથ આ ઘરોમાં ફિવરસર્વેલન્સ કરી તેઓ દ્વારાતાવના કેસમાં લોહીનાનમુના લેવામાં આવે છે.
ચાલુ માસ દરમ્યાન પ૧,૩ર૭ ઘરો તથા ટાંકાપીપ વગેરે મળી ર,૬૩,૬૩૧પાત્રો તપાસવામાં આવેલ છે જેમાંથી ઘરોની અંદરથી ૫પ૭ર પાત્રોપોરા માટે પોઝીટીવ મળી આવેલ જે બાબતે ઘરના વ્યકિતનેસમજણ આપી પોરાનોનાશ કરવામાં આવેલ છે તથા તાવનાકેસમાં ૪,૩૧૬લોહીનાનમુનાલેવામાં આવેલ છે.
પોરાનાશકની સાથે સાથે પુખ્ત મચ્છરનાશક એટલે કે ફોગીંગની કામગીરી કરવામાં આવે છે. જેમાં પુખ્ત મચ્છરની ઘનતા ઘટાડવા ૩ વેહીકલમાઉનટેનફોગીંગ મશીન દ્વારાર૧૩ સોસાયટી તથા શેરી વિસ્તારોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવેલ છે. સાથોસાથ ચેપી પુખ્ત મચછરના નાશ માટે પોર્ટબલ મશીન દ્વારા ઘરની અંદર ફોગીંગ કરવામાં આવે છે જેમાં ૧૮૧શેરી તથા સોસાયટી વિસ્તારોમાં ૧૦,૮૭૯ ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવેલ છે.
રહેણાંક વિસ્તાર સાથે ૬૩બાંધકામ સાઈટ,૨૮શાળા,૪૯ધાર્મિકસ્થળો કે જયા મોટો માનવ સમુહ હોય તેવી કૂલ ૩૬૯પ્રિમાઈસીસ તપાસી ત્યાં વાહક નિયંત્રણ કામગીરી કરાવવામાં આવેલ છે. તથા મચ્છર ઉત્પતિમાલુમપડયેર૯૯ નોટીસ આપી ર૪,પ૦૦વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.
હાલ શ્રાવણમાસ હોય, મંદિરોમાં વિશાળ સમુહમાંમાનવસમુહ એકત્રિત થતો હોય આથી તમામ વોર્ડમાંમંદિરોની મુલાકાત કરી તેમાંપોરાનાશક તથા ફોગીંગસહિતની કામગીરી કરાવવામાં આવેલ છે. ૪૯ મંદિરો આ કામગીરીમાંઆવરી લીધેલ છે.
ડેન્ગ્યુ સહિત મચ્છરજન્યરોગચાળામાંઅટકાયતી માટે જનસમુદાયનો સહયોગ પણ સહિત આવશ્યક છે જેના વગર રોગનિયંત્રણ સંભવ નથી આથી લોકોમાં આ રોગ તથા અટકાયતી માટે જાગૃતિ આવે તે માટે વિવિધ માધ્યમોનાદ્વારાપ્રચારપ્રસારની કામગીરી કરવામાં આવેલ છે. જેમાં ….
- શાળાના બાળકો તથા શિક્ષકોને મચ્છર, મચ્છર જન્ય રોગ તથા મચ્છર ઉત્પતિઅટકાયતની માહિતી મળી રહે તે માટે શાળામાં વર્કશોપ, રંગોળીઅને નિબંધ સ્પર્દ્યા યોજવામાં આવેલ.
- જાહેર સ્થળો પરLED બોર્ડ ના માધ્યમથી લોકોને મચ્છર ઉત્પતિ અટકાવવા લેવાના થતા પગલા વિશે આરોગ્ય શિક્ષાણ આપવામાં આવેલ છે.
- હોર્ડિગ્સ, બેનર, પત્રિકા વિતરણ વગેરેનામાધ્યમથી આરોગ્ય શિક્ષણ
- પછાત વિસ્તારોમાં પપેટ શો માધ્યથી આરોગ્ય શિક્ષણ
- સોસાયટીઓમાં જાહેર પ્રદર્શન તથા સોસાયટી મીટીંગનામાધ્યમથી આરોગ્ય શિક્ષાણ આપવામાં અવેલ.
સાથોસાથ શંકાસ્પદ તથા કન્ફર્મમચ્છરજન્ય રોગમાં ત્વરિત કામગીરી થઈ રહે તથા આવા રોગોનોવઘુ પ્રસાર ન થાય તે માટે પ્રાઈવેટહોસ્પિટલ, લેબોરેટરીમાંથીપોઝિટિવ કેસમાં માહિતી મેળવી તેમાં ત્વરિત કામગીરી કરવામાં આવે છે. ૮૯રીપોર્ટીગયુનિટમાંથી માહિતી મેળવવામાં આવે છે.
આરોગ્યકેન્દ્રના મેડિકલ ઓફિસરશ્રી, બાયોલોજીસ્ટશ્રી, નાયબ આરોગ્ય અધિકારીશ્રીદ્વારા આશા તથા મેલેરિયાના કર્મચારીઓની કામગીરીનુંસુપરવિઝન તથા મોનીટરીંગ કરવામાં આવે છે.