ભોગ બનનારના દાદીની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો: ઢગાના કૃત્યથી સભ્ય સમાજમાં રોષ

 

રાજકોટમાં વધુ એક દુષ્કર્મનો કેસ સામે આવ્યો છે. જેમાં મુંજકામાં ભાડેથી રહેતાં પરપ્રાંતીય મરાઠી શખ્સ 8 વર્ષની એક બાળાનું અપહરણ કરી અવાવરૂ જગ્યા પર લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. હાલ મહિલા પોલીસે અપહરણ, બળાત્કાર અને પોક્સોના કાયદા હેઠળ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ખૂબ શોધવા છતાં મારી પૌત્રી મળી નહોતી. રાતે સાડા નવેક વાગ્યે તે ઓચિંતી દોડતી મારી પાસે આવી હતી. મેં તેને જોતાં તે આખી ધૂળ ધૂળ ભરેલી હતી અને કપડા તથા વાળ પણ ધૂળવાળા થઇ ગયા હતાં. મેં તેને શું થયું તેમ પુછતાં તેણે કહ્યું હતું કે, હું ઘર પાસે રમતી હતી ત્યારે કિશોર મારી પાસે આવ્યો હતો અને હાથ જ પકડીને મને પંચાયત ઓફિસની બાજુના મેદાનમાં લઇ ગયો હતો. એ પછી તેણે મને કહ્યું કે, તું અહિ સુઇ જા અને હું કહું તેમ કર તેમ કહી મને સુવડાવી દીધી હતી. અને મારી ચોરણી તથા તેનું પેન્ટ ઉતારી નાંખ્યું હતું. એ પછી ખરાબ કરતાં મને દુ:ખવા માંડતા રાડ નીકળી જતાં તેણે મારા મોઢાને તેના હાથથી દાબી દીધું હતું અને રાડો પાડમાં તેમ કહેતો હતો. પછી મને ચોરણી પહેરાવી દીધી હતી અને એ પછી તેણે મને ઘરે જતાં રહેવાનું કહ્યું હતું. આ વાત અમે સાંભળતા જ મારા પતિ અને દિકરાને વાત કરી હતી પછી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં.બાળાના પિતા ટ્રક ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.

પોલીસે હવસખોરીની આ વાત સાંભળી તુરંત જ ગુનો નોંધ્યો હતો. આરોપી હવસખોર કિશોર કેશવભાઇ તાવડેને સકંજામાં લઇ કાયદાનું ભાન કરાવ્યું છે. તે બે સંતાનનો પિતા છે અને ટ્રક ચલાવી ગુજરાન ચલાવે છે. ઙઈં એ. એસ. ચાવડા, ગિરીરાજસિંહ જાડેજા, રાજેશભાઇ મિંયાત્રાએ ગુનો નોંધી વધુ તપાસ માટે તેને મહિલા પોલીસ સ્ટેશનમાં સોંપ્યો છે. બાળાની મેડિકલ તપાસ કરાવી જરૂરી સારવાર અપાઇ હતી.

હવસખોર પરિણીત અને ભાડાના મકાનમાં રહે

બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે ભોગ બનનાર 8 વર્ષની બાળાના દાદીમાની ફરિયાદ પરથી મુંજકા ગામમાં જેસિંગભાઇ આહિરના મકાનમાં ભાડેથી રહેતાં કિશોર કેશવભાઇ તાવડે નામના મરાઠી શખ્સ સામે ઈંઙઈની કલમ 363, 376 (ઇ) અને પોક્સોની કલમ હેઠળ બાળાનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાનો ગુનો નોંધ્યો છે. ફરિયાદીએ પોલીસને જણાવ્યું છે કે, હું પરિવાર સાથે રહુ છું અને મારે સંતાનમાં બે દિકરા છે. મોટાના લગ્ન થઇ ગયા છે. તે પરિવાર સાથે બહારગામ રહે છે. નાનો દિકરો મારી સાથે રહે છે. તેના પણ લગ્ન થઇ ગયા છે અને તેને બે સંતાનમાં છે. જેમાં એક દીકરી 8 વર્ષની છે. મારા પતિ પ્રાઇવેટ નોકરી કરે છે. કિશોર કેશવભાઇ તાવડે (મરાઠી) પરણેલો છે અને મુંજકામાં ભાડેથી રહે છે.ઘરે ન આવતાં તેના દાદી શોધવા નીકળ્યા હતાં. એ પછી બાળા ધૂળ ધૂળ થઇ ગયેલી હાલતમાં દોડી આવી હતી અને પોતાની સાથે જે કંઇ બન્યું તેની વિતક વર્ણવતા પરિવારજનો ચોંકી ગયા હતાં. વાસના ભૂખ્યા શખ્સને પોલીસે રાતોરાત દબોચી લઇ તેની હવસખોરી ઉતારી નાંખી છે.

વાસના ભૂખ્યા શખ્સને પોલીસે રાતોરાત દબોચી લીધો

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મુંજકામાં ભાડેથી રહેતાં પરણેલા મરાઠી શખ્સ 8 વર્ષની એક બાળાને હવસનો શિકાર બનાવતાં તેના પર ફિટકાર વરસી રહ્યો છે. રાત્રિના નવેક વાગ્યે તે બાળાનો હાથ પકડી નજીકના પટમાં લઇ ગયો મોઢે ડૂચો દઇ બળાત્કાર ગુજારતાં ચકચાર મચી ગઇ છે. રમવા ગયેલી બાળા લાંબો સમય સુધીઘરે ન આવતાં તેના દાદી શોધવા નીકળ્યા હતાં. એ પછી બાળા ધૂળ ધૂળ થઇ ગયેલી હાલતમાં દોડી આવી હતી અને પોતાની સાથે જે કંઇ બન્યું તેની વિતક વર્ણવતા પરિવારજનો ચોંકી ગયા હતાં. વાસના ભૂખ્યા શખ્સને પોલીસે રાતોરાત દબોચી લઇ તેની હવસખોરી ઉતારી નાંખી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.