રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝનું સ્નેહ મિલન યોજાયું: રાજકોટનાં વિકાસમાં વિજયભાઈ રૂપાણીનો સિંહ ફાળો: વિ.પી. વૈષ્ણવ
રાજયનાં વેપાર-ઉદ્યોગનાં સર્વશ્રેષ્ઠ સંગઠન પૈકીનું એક રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનાં સભ્ય તથા તેમના પરિવારનું વાર્ષિક સ્નેહમીલન યોજવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ચેમ્બરનાં ઉપપ્રમુખ પાર્થ ગણાત્રા, માનદ મંત્રી નૌતમ બારસીયા, ચેમ્બરનાં પ્રમુખ વી.પી. વૈષ્ણવ સહિતનાં અનેકવિધ નામી અનામી લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની કામગીરી સહિતની અનેકવિધ ચર્ચા કરવામાં આવી હતી અને ગુજરાત સરકારનો પણ આભાર માનવામાં આવ્યો હતો.
ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષ વી.પી. વૈષ્ણવએ જણાવતા કહ્યું હતુ કે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનાં સ્નેહમીલનમાં ઉપસ્થિત સર્વે લોકોનો આભાર માનું છું ત્યારે ગુજરાતને જે દિર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રી મળ્યા છે. તે શોભાગ્યની વાત છે. વિજયભાઈ ‚પાણી રાજકોટનાં પનોતાપુત્ર હોવાથી તેને રાજકોટનાં વિકાસ માટે ઘણી મહેનત કરી છે, અને કરી રહ્યા છે. મહાજન સંસ્થાની કોઈપણ માંગ કે જે પ્રજા લક્ષી હોઈ તેઓએ પરિપૂર્ણ કરી છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે રૂપાણી સરકારે રાજકોટને તમામ વસ્તુઓ આપી છે, જેના કારણે ભારતભરમાં રાજકોટનું ખૂબજ આગવું સ્થાન ઉદભવીત થયું છે. તેમણે જણાવ્યું હતુ કે, રાજકોટને જે ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું છે.તે વિજયભાઈ રૂપાણીની દેન છે. જેનો ઋણ રાજકોટની જનતા ઉપર છે. ત્યારે વિજયભાઈ એક મુખ્યમંત્રી તો ઠીક પણ ખરા એક લોક નેતા છે. જે ખૂબજ મહત્વપૂર્ણ વાત છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે રાજકોટ ચેમ્બર ઓફ એસોસીએશનનું સ્નેહમીલન હતુ જેમાં રાજકોટ લઘુ ઉદ્યોગો, વેપાર ઉદ્યોગોમાં અગ્રેસર છે. અને રાજકોટએ હંમેશા, પોતાના આપબળે મહેનત કરીને સાહસ કરીને ચેમ્બરે હંમેશા લોકવાચા આપીને રાજકોટનો વિકાસ કર્યો છે. આવનારા દિવસોમાં રાજય સરકાર, રાજકોટનાં લઘુ ઉદ્યોગોનાં વિકાસ માટે પૂરતો સહકાર આપવાની છે. આપી રહી છે. અને રાજકોટ ફાસ્ટ ગ્રાઈન્ગ સીટી તરીકે ટોપ ૧ થી ૧૦માં હોઈ ત્યારે આ સમયને પારખીને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ સૌનો સાથ સૌનો વિકાસ બ્લૂપ્રિન્ટ બનાવી સરકાર પાસે આવશે સરકાર તેને પૂરતો સહકાર આપશે.