કોર્પોરેશન દ્વારા ક્લાઈમેટ ચેન્જના પડકારને પહોંચી વળવામાં શહેરોની ભૂમિકા વિષય પર સેમિનાર યોજાયો
રાજકોટ મહાનગરપાલિકા ખાતે વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર, રાજ્ય સરકારના ક્લાઈમેટ ચેન્જ ડીપાર્ટમેન્ટ, એસ.સી.સી.ટી. ( સુરત ક્લાઈમેટ ચેન્જ ટ્રસ્ટ) અને મહાનગરપાલિકા દ્વારા “જળ વાયુ પરિવર્તન( ક્લાઈમેટ ચેન્જ )ના પડકારને પહોંચી વળવામાં શહેરોની ભૂમિકા ” વિષય પર સેમિનારન આયોજન કરવામાં આવેલ હતું.
રાજકોટના માન. મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાયે ક્લાઈમેટ ચેન્જ વિષય પર પોતાના વક્તવ્યમાં એમ કહ્યું હતું કે, રાજકોટ શહેરમાં ક્લાઈમેટ ચેન્જના પડકાર સામે મહાનગરપાલિકા દ્વારા સરકારના સાસહકાર સો છેલ્લા ઘણા સમયી વિવિધ પગલાં લેવામાં આવી રહયા છે. આપણે સૌ જોઈ રહયા છીએ કે, દિવસે ને દિવસે તાપમાનમાં ક્રમશ: વધારો ઇ રહયો છે. આ ગંભીર બાબત છે. આવું વા પાછળ જવાબદાર રહેલા વિવિધ કારણો પરિબળો પૈકી એક છે વાતાવરણમાં કાર્બનનું વધતું જતું પ્રમાણ. રાજકોટ મહાનગરપાલિકાએ આ સમસ્યાનો સામનો કરવા માટે વ્રુક્ષારોપણ, સોડિયમ સ્ટ્રીટ લાઈટને એલ.ઈ.ડી. લાઈટમાં ક્ધવર્ટ કરવી, પબ્લિક ટ્રાન્સપોર્ટ, સોલાર એનર્જી સહિતના પગલાં લીધા છે. જોકે હું એવું પણ માનું છું કે, આ અભિયાનમાં લોકો પણ એટલી જ ગંભીરતાી જોડાય અને પોતાનું શક્ય તેટલું યોગદાન આપે તો ઈચ્છિત પરિણામ મેળવી શકાશે.
આ અવસરે મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ એમ કહ્યું હતું કે, ૪૪ ી ૪૫ ડીગ્રી મહત્તમ તાપમાન ધરાવતું રાજકોટ શહેર કુદરતી પડકારોનો સામનો કરવાની પ્રતિકાર ક્ષમતા ધરાવે છે. એમાંય ખાસ કરીને ક્લાઈમેટ ચેન્જ જેવા વૈશ્વિક પડકારની વાત તી હોય ત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે, રાજકોટ શહેરે તેની ભૂમિકા સારી રીતે ભજવી છે. રાજકોટ મહાનગરપાલિકાએ આ સેક્ટરમાં વિવિધ રિફોર્મ હા ધર્યા છે તેના સૌ સાક્ષી છે. જેમ કે, જળ સંચય, સોલાર એનર્જી, પબ્લિક ટ્રાન્સપોર્ટ, એફોર્ડેબલ અને ક્લાઈમેટ રેઝીલીયંટ હાઉસિંગ, વગેરેનો સમાવેશ ાય છે. મહાનગરપાલિકાએ સ્માર્ટ ઘર યોજના હેઠળ મકાનોની ડીઝાઈન એવા પ્રકારે તૈયાર કરી છે કે, ઉનાળામાં બહારના તાપમાનની તુલનાએ ઘરની અંદરનું તાપમાન ૫ ડીગ્રી ઓછું રહે. ઉપરાંત હવા ઉજાસમાં પણ કુદરતી સોર્સનો મહત્તમ લાભ મળે. મહાનગરપાલિકાને શ્રેષ્ઠ હાઉસિંગ માટે તાજેતરમાં જ “હુડકો” તરફી એવોર્ડ પણ મળ્યો છે. મહાનગરપાલિકાએ કાર્બન ઉત્સર્જનના પ્રમાણમાં શક્ય તેટલો ઘટાડો કરવા માટે એલ.ઈ.ડી. લાઈટ, સોલાર એનર્જી, પબ્લિક ટ્રાન્સપોર્ટ, વગેરે ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી છે. ઉપરાંત અે બાબત અહી નોંધાવી રહી કે, રાજકોટવાસીઓ પોતાના અંગત વાહનોના ઉપયોગ કરવાની ટેવ અને મજબુરીમાંી ધીમે ધીમે મુક્ત વા લાગ્યા છે, કેમ કે સિટી બસ અને બી.આર.ટી.એસ. બસનો ઉપયોગ ખુબ વધ્યો છે. એક સમયે ખોટમાં ચાલતી આ સેવામાં આજે બી.આર.ટી.એસ. બસ નફો કરતી ઇ ગઈ છે અને સિટી બસ સેવામાં આવક જાવક ન્યુટ્રલ ઇ ગયેલ છે. આ એક સારૂ અને આવકારદાયક પરિવર્તન છે. એલ.ઈ.ડી.લાઈટ આવવાી કાર્બન ઉત્સર્જન ૧૪ ટકા ઘટ્યું છે. આગામી દિવસોમાં તેમાં વધુ ઘટાડો કરી આ ટકાવારી ૨૫ ટકા સુધી લઇ જવાનો લક્ષ્યાંક છે. મહાનગરપાલિકા આગામી ફૂલ મૂન ડેઝ વખતે શહેરની તમામ ૪૫૦૦૦ એલ.ઈ.ડી. લાઈટો ડિમ કરશે. જેનાી ઉર્જા બચત શે અને લોકો અવકાશી નઝારો પણ માણી શકશે. ક્લાઈમેટ ચેન્જ રાજકોટ માટે લોસ મેઈકીંગ નહી પણ પ્રોફિટ મેઈકીંગ બનેલ છે. આ પડકારને રાજકોટ શહેરે તકમાં પરિવર્તિત કરી છે. આ તકે અંતમાં હું પૂ. ગાંધી બાપુનું એક વાક્ય ટાંકવા ઈચ્છું છું કે, ” ગોડ હેઝ ગીવન ઓલ ફોર નીડ્ઝ,બટ નોટ ફોર ગ્રીડ “
આ પ્રસંગે ક્લાઈમેટ ચેન્જ ડીપાર્ટમેન્ટના જોઇન્ટ સેક્રેટરી એમ. જે. શાહે રાજ્ય સરકારશ્રી દ્વારા સને ૨૦૦૯ ી શરૂ કરવામાં આવેલા ક્લાઈમેટ ચેન્જ ડીપાર્ટમેન્ટના પ્રયાસો વિશે વાત કરી હતી. એક સમયે આ ડીપાર્ટમેન્ટનું બજેટ રૂ. ૧૦૦ કરોડ હતું પરંતુ આજે રાજ્યના વિવિધ વિભાગોને પણ ક્લાઈમેટ ચેન્જ ક્ષેત્રે જરૂરી કાર્યો કરવા માટે કુલ રૂ. ૩૦૦૦ કરોડની જોગવાઈ કરાયેલ છે.