પિતા અને ભાઈને મારી નાખવાની ધમકી આપી યુવતીનું અપહરણ કરી ઢગાએ બળાત્કાર ગુજાર્યો
૨૦૧૫માં ઢગાએ સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યાના ગુનામાં સજા પડી હતી: ફરીવાર સગીરાને લીંબડી નજીક ભલગામડામાં લઈ જઈ ચાર વાર શરીર સંબંધ બાંધ્યો: માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી
રાજકોટના નાના મવા રોડ પર આવેલ સીલ્વર હાઈટ્સ બિલ્ડીંગ પાસેથી યુવતીનું અપહરણ કરી પિતા અને ભાઈને મારી નાખવાની ધમકી આપી લીંબડીના ભલગામડા ગામે એક મકાનમાં ગોંધી રાખી ઢગાએ યુવતી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ માલવીયાનગર પોલીસ મકમાં નોંધાતા ચકચાર મચી જવા પામી છે. બનાવના પગલે પીઆઈ એન.એન.ચુડાસમાએ તપાસ હાથ ધરી ઢગાની ધરપકડ કરવામાં આવી છે.
આ અંગેની માહિતી મુજબ માયાણીનગરના કવાર્ટર પાસે ખીજડાવાળા રોડ પર ચામુંડા નગરમાં રહેતી સગીરાનું અગાઉ ૨૦૧૫ની સાલમાં પડોશમાં રહેતો ભગવાનજી લક્ષ્મણ રાઠોડ નામનો શખ્સ લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ ગયા બાદ તેના પર દુષ્કર્મ આચર્યું હોય જે બાબતે અગાઉ માલવીયાનગર પોલીસમાં ફરિયાદ થઈ હોય જેના પગલે ૨૦૧૭ની સાલમાં ભગવાનજી લક્ષ્મણ રાઠોડને કોર્ટે ૧૦ વર્ષની સજા ફટકારી હતી. ત્યારબાદ ભગવાનજી રાઠોડ હાઈકોર્ટમાંથી જામીન મેળવી છેલ્લા ૧૧ મહિનાથી ચામુંડા નગર શેરી નં.૧માં ખુશાલ ડુંગરભાઈ મકવાણાના મકાનમાં ભાડે રહેતો હતો. ગઈ તા.૧૭-૧ના બપોરના એકાદ વાગ્યે તેના પુત્રની ઉંમરની અને અગાઉ જે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું તે જ યુવતીનું ફરીવાર નાના મવા રોડ પર આવેલ સીલ્વર હાઈ્ટસ બિલ્ડીંગ પાસેથી અપહરણ કરી લીંબડી નજીક આવેલા ભલગામડા ખાતે લઈ ગયો હતો અને ત્યાં એક મકાનમાં યુવતીને ગોંધી રાખી છ દિવસમાં ૩ થી ૪ વાર બળજબરી કરી શરીર સંબંધ બાંધ્યો હતો.
બનાવના પગલે સગીરાના પરિવારજનોએ માલવીયાનગર પોલીસમાં ફરિયાદ કરતા પીઆઈ એન.એન.ચુડાસમા, રાઈટર પરેશભાઈ, જાવેદભાઈ, અરૂણભાઈ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી લીંબડીના ભલગામડા ખાતેી ભગવાનજી લક્ષ્મણ રાઠોડની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.