મનોહરસિંહજી જાડેજા રાજકોટના ઈતિહાસમાં અને લોકાના હૃદયમાં કાયમી રહેશે: કમલેશ મિરાણી
રાજકોટના રાજવી અને પૂર્વ આરોગ્ય મંત્રી મનોહરસિંહજી જાડેજાના નિધન પર દુ:ખની લાગણી વ્યકત કરી શ્રધ્ધાંજલી પાઠવતા ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ તથા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના પ્રમુખથી માંડી રાજય સરકારમાં આરોગ્ય પુરવઠા, રમત ગમત, નાણાં, બંદરો સહિતના વિભાગોમાં પ્રધાન તરીકે બજાવેલી કામગીરીની આજે પણ નોંધ લેવાય છે.
સતાથી લઈ સંગઠનમાં મહત્વની કામગીરીની આજે પણ નોંધ લેવાય છે. સતાથી લઈ સંગઠનમાં મહત્વની કામગીરી કરનાર મનોહરસિંહજી જાડેજાએ ‘રવિ પીયુ’ના ઉપનામથી ત્રણ કાવ્ય સંગ્રહ અને આત્મકથા પણ લખી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટમાં જન્મેલા મનોહરસિંહજીએ પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં લીધા બાદ ઉચ્ચ અભ્યાસ ઈંગ્લેડમાં કર્યો હતો.
ભારત આવ્યા બાદ તેઓ એક અચ્છા સ્પોર્ટસમેન્ટ પણ રહ્યાં હતા અને સૌરાષ્ટ્ર વતી રણજી ટ્રોફી પણ રમ્યા હતા. રાજકોટમાં યુવરાજ અને આઝાદી બાદ એક રાજકીય અગ્રણી તરીકે મનોહરસિંહ એક રાજકીય અગ્રણી તરીકે વર્ષો સુધી લોકપ્રિય રહ્યાં છે. વિરોધી રાજકીય વિચારસરણી વચ્ચે પણ જાહેર જીવનમાં વિપક્ષી નેતાઓ સાથે સૌહાર્દપૂર્ણ સબંધો જાળવવા એ ‘દાદા’ની ખાસિયત હતી. ત્યારે અંતમાં ધનસુખ ભંડેરી, નિતીન ભારદ્વાજ, કમલેશ મિરાણીએ મનોહરસિંહજી જાડેજાને શ્રધ્ધાંજલી પાઠવતા જણાવ્યું હતું કે, દાદાના નિધનથી શહેરે એક વિચારક અને તત્વચિંતક ગુમાવ્યા છે અને દાદા રાજકોટના ઈતિહાસમાં અને લોકોના હૃદયમાં કાયમી રહેશે.