મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી રાજકોટ શહેરના આજી-૧ ડેમ ગત મોડીરાત્રે છલકાઇ જતાં તેમના વધામણાં કરવા એરપોર્ટ થી સીધાજ ડેમ પર પહોંચી ગયા હતા. અને નીરના વધામણા કર્યા બાદ આ પ્રસંગે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે ગત ૨૯મી જુને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજી ડેમ ખાતે નર્મદા નીરના વધામણા કર્યા હતા. ત્યારબાદ બરાબર એક મહીના પછી કુદરતની કૃપાથી આજરોજ ૨૯મી જુલાઇના રોજ મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ આજી ડેમ છલકાઇ જતાં નીરના વધામણાં:કરેલ છે. અને ડેમ પણ ૨૯ ફુટની ઉંચાઇ ધરાવે છે. આમ ૨૯મી તારીખ રાજકોટ માટે શૂકનીયાળ સાબીત થઇ છે. હાલ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને કારણે ઉભી થયેલ આપાતકાલીન પરીસ્થિતીમાં રાજયના વહિવટી તંત્ર અને એનડીઆરએફ તેમજ ભારતીય હવાઇ દળ તથા સ્વૈચ્છિક સંસ્થાઓ વગેરેના સહયોગથી મહામુલી માનવ જીંદગી બચાવાઇ છે અને હાલ પરિસ્થિત સૂંપર્ણપણે કાબુમાં છે.
રાજકોટ માટે તા.૨૯મી શુકનીયાળ સાબીત થઇ છે..જાણો કેમ??
Previous Articleઆજી ઓવરફલો: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યા વધામણા
Next Article હવે ઘરે બનાવો મજેદાર દહિનો આઇસક્રીમ…