કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ નિષ્પક્ષ જવાબદારી નિભાવવા લીધી પ્રતિજ્ઞા
રાજકોટ : રાજકોટની નામાંકિત નર્સિંગ સંસ્થાઓમાં નામના ધરાવતી એચ . વી મહેતા ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ દ્વારા બી.એસ.સી નર્સિંગ અને જી.એન એમ કોર્સની પ્રથમ બેચના વિધાર્થીઓ માટે લેમ્પ લાઇટિંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું . આ સમારોહમાં નર્સિંગના વિદ્યાર્થીઓ એ નર્સિંગ વ્યવસાય સાથે જોડાઇને પોતાની ફરજ પુરી નિષ્ટા , જવાબદારી અને પક્ષપાત વગર નિભાવવાની પ્રતિજ્ઞા લીધી હતી .
આ સમારોહ સમારંભમાં મુખ્ય અતિથી સ્થાને ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજીસ્ટ અને રાજકોટની ઓલમ્પસ હોસ્પિટલના ડિરેકટર ડો . મિહિર તન્ના ઉપસ્થિત રહ્યા હતા . આ ઉપરાંત ગાર્ડી વિદ્યાપીઠના અધ્યક્ષ ડી.વી મહેતા , ટ્રસ્ટી કમલેશભાઈ વી મહેતા , મેનેજિંગ ડિરેક્ટર જયભાઇ મહેતા એ પ્રેરક હાજરી પુરી પાડી હતા . આ પ્રસંગે એચ.વી મહેતા ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ કોલેજના આચાર્ય આશિષભાઈ ગૌતમે નર્સિંગના પ્રથમ વર્ષના વિધાર્થીઓને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાના શપથ લેવડાવ્યા હતા . ત્યારબાદ ડો મિહિર તન્નાએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે , નર્સો એ માત્ર શહેર , રાજ્ય કે દેશમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે કોવિડ જેવી મહામારીના કપરા સમય દરમિયાન નિર્ણાયક ભૂમિકા ભજવી હતી . તેમણે વધુમાં જણાવ્યું હતું કે નર્સો એ આરોગ્ય સંભાળ સિસ્ટમની કરોડરજ્જુ સમાન છે .
ડી વી મહેતા વિધાર્થીઓને સંબોધિત કરતા જણાવ્યું કે , નર્સિંગનો અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓની શપથ લીધાના દિવસથી જ સમાજ પ્રત્યેની સામાજિક જવાબદારી વધી જાય છે . સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોમાં હોમિયોપેથી મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડો . અરવિંદ ભટ્ટ , આઈ.ટી અને એમ બી . એ એન્જિનિયરિંગ કોલેજના એચ.ઓ.ડી ડો વૈભવ ગાંધી અને એમબીએ ડિપાર્ટમેન્ટના વડા પ્રો . નિલેશ અંકલેશ્વરીયા તથા વાલીઓ પણ આ પ્રસંગના સાક્ષી હતા . આ સફળ કાર્યક્રમના માસ્ટર ઓફ સેરેમની જનક જોશી અને પ્રગતિ હરિયાણી રહ્યા હતા તેમજ અતિથીઓની આભાર વિધિ કુ . કોમલ દ્વારા કરવામાં આવી હતી.