તાલુકા – જિલ્લા પંચાયતોમાં હાજરી બાયોમેટ્રિક સિસ્ટમથી પુરવા કરાયો આદેશ

રાજકોટ જિલ્લામાં જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ફિલ્ડનાં નામે ગુટલીબાજ કર્મચારીઓ પર લગામ મુકવાનો નિર્ણય લેવાયો છે. તાલુકા – જિલ્લા પંચાયતોમાં હાજરી બાયોમેટ્રિક સિસ્ટમથી પુરવા તંત્રએ આદેશ કર્યો છે. ઘણા કર્મચારીઓ અધિકારીઓ ગુટલી મારતા હોવાની ફરિયાદો બાદ તમામ શાખાઓ અને તાલુકા સ્તરનાં કર્મચારીઓએ બાયોમેટ્રિક મશીનથી હાજરી પુરવા આદેશ આપવામાં આવ્યો છે. કેટલાક કર્મચારીઓમાં આ મૂદે કચવાટ જોવા મળી રહયો છે.

રાજકોટ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ફિલ્ડનાં નામે કેટલાક કર્મચારીઓ ગુટલી મારતા હોવાનું ધ્યાને આવતાં ફેસ મશીનનાં રિપોર્ટને હાજરીપત્રક સાથે જોડી પગાર આકારવા ડીડીઓએ પરિપત્ર જાહેર કરતા કર્મચારીઓમાં કચવાટ જોવા મળ્યો હતો.રાજકોટ જિલ્લા પંચાયતનાં ડીડીઓએ જારી કરેલા પરિપત્રમાં બાંધકામ વિભાગ સહિત ફિલ્ડ સાથે જોડાયેલા વિભાગોનાં ઈજનેરોને પણ ફિલ્ડ વિઝીટમાં જયારે જવાનું હોય ત્યારે ઓફિસમાં બાયોમેટ્રિક ફેસ સિસ્ટમ મારફત હાજરીની નોંધ કરાવ્યા બાદ ફિલ્ડમાં જવાની અને દ2 માસનાં અંતે ફેસ મશીનનાં રિપોર્ટ કાર્યપાલક ઈજનેર બાંધકામ શાખાને રજુ કરવા સુચનાઓ આપવામાં આવી છે. ટીડીઓ અને તમામ શાખા અધિકારીઓને પણ અલગથી પરિપત્ર ક2ી એવી કર્મચારીઓની હાજરી ફેસ મશીનથી નોંધવા અને જેમણે નામ રજીસ્ટર્ડ કરાવ્યું ન હોય તેમણે ફિલ્ડમાં કામ તાત્કાલિક કાર્યવાહી કરવા અને હાજરી પત્રક મશીનનાં રિપોર્ટ સાથે જોડયા બાદ પગાર કરવા સૂચના આપવામાં આવી છે. બાયોમેટ્રિક સિસ્ટમથી હાજરી પુરવાનાં પરિપત્રથી હુકમ કરતા કેટલાક કર્મચારીઓમાં કચવાટ જોવા મળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.