વિદેશી અને ઓનલાઈન ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ
લોકો સુરક્ષીત રીતે દિવાળીના પર્વની ઉજવણી કરે; પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ
દિવાળીની ઉજવણીના ભાગ રૂપે ફટાકડા ફોડવામાં આવતા હોય છે ફટાકડા ફોડતા સમયે સુરક્ષીત રીતે ફોડવામાં ન આવતા હોવાથી અનિચ્છનીય બનાવો પણ બનવાની ખુબજ સકયતા રહેલી છે. જેથી દિવાળીના તહેવારો દરમ્યાન સુરક્ષીત રહી ફટાકડા ફોડવા તેમજ ફટાકડાના વેચાણ અંગે સરકાર ની માર્ગદર્શીકા અનુસાર શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવેલુ છે જેનુ શહેર પોલીસ દ્વારા અમલવારી કરવામાં આવશે.
દિવાળીના તહેવારમા લોકો જાહેર રસ્તા, રોડ તથા ફુટપાથ ઉપર ફટાકડા ફોડતા હોય છે જેના કારણે રાહદારી લોકોને ઇજા થવાની પુરી સકયતા રહેલ હોય જેથી જાહેર રસ્તા, રોડ તથા ફુટપાથ ઉપર ફટાકડા ફોડી શકાશે નહી તેમજ બોમ્બ, રોકેટ, હવાઇ તથા અન્ય ફટાકડા જેનો સમાવેશ દારૂખાનામાં થતો હોય તેવા ફટાકડા સળગાવી રસ્તા ઉપર કે ફુટપાથ ઉપર કે વ્યકિત ઉપર ફેકી શકાશે નહી . શહેર પોલીસ કમિશ્નરેટના સમગ્ર વિસ્તારમાં આવેલ તમામ કોર્ટ કચેરી, હોસ્પીટલ, શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓના 100 મીટર વિસ્તારમાં ફટાકડા /દારૂખાનુ ફોડી શકાશે નહી તેમજ ફટાકડાની લુમ થી મોટા પ્રમાણમાં હવા, અવાજનું પ્રદુષણ થતુ હોવાથી આવા ફટાકડા ફોડી શકાશે નહી કે તેનુ વેચાણ કરી શકાશે નહી.
દિવાળી તહેવાર દરમ્યાન ફટાકડા ફોડવાથી ધ્વની પ્રદુષણ ફેલાતુ હોય છે. જેમકે ફલીપ-કાર્ટ, એમેઝોન વિગેરે પરથી ફટાકડા વેચાણ માટે ઓનલાઇન ઓર્ડર લઇ શકાશે નહી .ફટાકડા સિવાયના તમામ વિદેશી ફટાકડા પ્રતિબંધ રહેશે તેમજ ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધારક વેપારીઓ દ્વારા કરવાનુ રહેશે આ વેપારીઓએ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ પરવાનગી આપેલ ફટાકડાનુ જ વેચાણ કરવાનુ રહેશે.
વેચાણ અંગે સરકાર તથા કોર્ટની માર્ગદર્શીકા અનુસંધાને જાહેરનામુ બહાર પાડેલ હોય જે તા.01/11/2021 થી તા.15/11/2021 સુધી અમલમાં રહેશે શહેરમાં દિવાળી તહેવાર દરમ્યાન કોઇ અનિચ્છની બનાવો ન બને તેમજ લોકો સુરક્ષીત રીતે દિવાળીના તહેવારોની ઉજવણી કરે તે માટે માર્ગદર્શીકાનુ જાહેર જનતાએ પાલન કરવાનુ રહેશે.
શહેર પોલીસ દ્વારા દિવાળી તહેવાર દરમ્યાન સતત પેટ્રોલીંગ ફરવામાં આવશે જે દરમ્યાન જાહેર રોડ ઉપર લોકોને અડચણ થાય તે રીતે ફટાકડા ફોડતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમજ દિવાળીના તહેવારો દરમ્યાન બજારોમાં વધુ પડતી ભીડ રહેતી હોય જેથી કોઇ મિલ્કત સબંધી ગુન્હાઓ ન બને તે માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા બજારોમાં વધુમાં વધુ બંદોબસ્ત તથા પેટ્રલીંગ રાખવામાં આવેલ છે.
સુપ્રીમ કોર્ટની માર્ગદર્શીકા મુજબ ફટાકડાનું વેચાણ થાય તેમજ ફટાકડા સ્ટોર ખાતે ફાયર સેફટીના સાધનો રાખવામાં આવેલ છે કે કેમ ? તે અંગે ચેકીંગ માટે ડી.સી.બી. પો.સ્ટે. તથા એસ.ઓ.જી. ની કુલ 10 ટીમો બનાવી ફટાકડાના વેચાણ થતી જગ્યાએ ચેકીંગની કામગીરી કરવામાં આવશે તેમજ ચેકીંગ દરમ્યાન કાંઇ ગેરકાયદેસર જેમ કે લાયસન્સ વગર ફટાકડાનુ વેચાણ, મંજુરી કરતા વધુ સ્ટોક, વિદેશી ફટાકડાનું વેચાણ વિગેરે બાબતે ચેકીંગ કરવામાં આવશે અને કાંઇ ગેરકાયદેસર મળી આવશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.