રાજકોટ અને કચ્છ જિલ્લાનાં જુદા જુદા હાઈ-વે ઉપર ડિવીઝન-૧૦ અને ૧૧ની મોબાઈલ ચેકીંગ ટીમો ત્રાટકી: લાખો રૂપીયા નો માલ અને ટ્રકો ડિટેઈન: જંગી વેરાની વસુલાત થવાની શકયતા
છેલ્લા કેટલાક સમયથી તદન નિષ્ક્રીય બની ગયેલ રાજકોટ જીએસટી વિભાગની મોબાઈલ ચેકીંગ સ્કોર્ડ ફરી સક્રિય બનીછે. અને ગત શનિ-રવિ દરમ્યાન રાજકોટ જિલ્લાના અને કચ્છજિલ્લાના જુદા જુદા હાઈવે વિસ્તારમાંથી ઈ-વે બીલ વિના પસાર થતી જુદાજુદા ધંધાર્થીએ એકમોની લાખો રૂપીયાનો માલ ભરેલી એકસાથે ૧૪ જેટલી ટ્રકો ઝડપી લઈ અને વેરો તથા દંડની વસુલાત માટે કાર્યવાહી હાથ ધરી હોવાનું જીએસટીના સુત્રોમાંથી જાણવા મળેલ છે.
આ અંગેની રાજકોટ જીએસટીના સુત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ રાજકોટ જીએસટી વિભાગના ડીવીઝન ૧૦ દ્વારા રાજકોટ જિલ્લાના જુદાજુદા હાઈવે ઉપરથી રાજકોટ તથા મોરબીની ધંધાકીય પેઢીઓની સીરામીક, આર્યન સ્ટીલ , લોખંડ ભંગાર , મશીનરી તથા ક્રાફટ પેપર ભરેલી ૭ ટ્રકોને ઝડપી લઈ બહુમાળી ભવન ખાતે રાખી દેવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીયછે કે આ તમામ ટ્રકો ઈ-વે બીલ વિના પસાર થતી હતી અને અમુક ટ્રકોમાં ડીફેકટીવ ઈ-વે બીલ હતા જેના કારણે ડીવી.૧૦ની મોબાઈલ ચેકીંગ સ્કોર્ડએ આ તમામ ટ્રકોને ડીટેઈન કરીને અને વેરો તથા દંડ વસુલવા કાર્યવાહી હાથ ધરી છે.એવી પણ શકયતા છેકે આ ટ્રકોની તપાસણી દરમ્યાન જીએસટી તંત્રને લાખો ‚પીયાના વેરા તથા દંડની વસુલાત થશે.
ડીવી. ૧૦ ઉપરાંત ડીવી.૧૧ની મોબાઈલ ચેકીંગ સ્કોર્ડ દ્વારા પણ ગાંધીધામ, સામખીયાળી હાઈવે ઉપરથી ક્ચ્છ વિસ્તારની જુદી જુદી વેપારી પેઢીઓની સોડાએશ, મારર્બલ તથા ફૂડ આઈટમ ભરેલી વધુ ૭ ટ્રકોને ડીટેઈન કરી છે. અને વેરો તથા દંડ વસુલાત માટે કાર્યવાહી હાથ ધરી છે. ડીવી.૧૧ની તપાસના અંતે લાખો રૂપીયાના વેરા તથા દંડની વસુલાત થવાની શકયતા છે.