રાજયમાં ઈ-વે બિલ’ કાયદાની અમલવારીને એક વર્ષ
ગુજરાત રાજય અને રાજય બહાર માલની હેરફેર કરતા ટ્રક સહિતનાં વાહનો માટે ગત વર્ષ ૨૦૧૮માં એપ્રીલથી ઈ.વે બિલ ફરજીયાત સાથે રાખવાનું ફરજીયાત બનાવાયું છે. અને ઈ-વેબિલ વિના પકડાતા ટ્રક સહિતના માલ વાહક વાહન ધારકો પાસેથીનિયમાનુસાર વેરો અને, દંડની વસુલાત પણ ફરજીયાત છે.
ત્યારે, ચાલુ વર્ષે ૨૦૧૯માં ચાલુ એપ્રીલ માસમાં ‘ઈ-વેબિલ’ કાયદાને એક વર્ષ પૂર્ણ થ, ગયું છે. અને રાજકોટ જી.એસ.ટી. વિભાગ સહિત સમગ્ર રાજયમાં ઈ.વે. બિલની સફળ અમલવારી પણ થઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઈ.વે. બિલની અમલવારી માટે રાજકોટ સહિત રાજયનાં જુદા-જુદા જી.એસ.ટી. વિભાગો દ્વારા ખાસ મોબાઈલ ચેકીંગ સ્કવોડની રચના કરવામાં આવી છે. આ ચેકીંગ ટીમો દ્વારા રાજયભરનાં જુદાજુદા હાઈવે ઉપર માલ લઈને પસાર થતા વાહનોનું ચેકીંગ કરવામાં આવે છે. અને ઈ-વે બિલ વિનાના તથા ભૂલો વાળા ઈ-વે બિલ હોય તેવા કિસ્સામાં વેરો અને દંડની વસુલાત કરવામાં આવે છે.
‘ઈ-વે બિલ’ કાયદાને જયારે, ચાલુ માસમાં એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. ત્યારે, રાજકોટ જી.એસ.ટી. વિભાગનાં ડિવીઝન-૧૦ અને ૧૧ની મોબાઈલ ચેકીંગ ટીમો દ્વારા આ એક વર્ષ દરમ્યાન, સફળ કામગીરી કરી છે. અને કરોડો રૂ.નાં વેરા તથા દંડની વસુલાત પણ કરી છે.આ અંગેની રાજકોટ જી.એસ.ટી. વિભાગનાં સુત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ ગત વર્ષે એપ્રીલ ૨૦૧૮થી ચાલુ વર્ષ એપ્રીલ ૨૦૧૯, દરમ્યાન ડિવીઝન ૧૦ અને ૧૧ની મોબાઈલ ચેકીંગ ટીમોએ તેના કાર્યક્ષેત્રમાં કરેલા ચેકીંગ દરમ્યાન કુલ ૮૨૧ ટ્રકોને ઈ-વેબિલ વિના અને ડિફેક્ટીવ ઈ-વેબિલ સાથે ઝડપી લીધા હતા. અને વેરો તેમજ દંડ પેટે કુલ રૂ.૯,૮૧ કરોડની જંગી રકમની વસુલાત પણ કરી છે.
આ અંગેની વિસ્તૃત વિગતો જોઈએ તો, રાજકોટજી.એસ.ટી.નાં ડિવીઝન ૧૦ની મોબાઈલ ચેકીંગ ટીમો દ્વારા તેના કાર્યક્ષેત્ર મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાના હાઈવે ઉપર છેલ્લા એક વર્ષ દરમ્યાન ચેકીંગ કરી અને સિરામીક ટાઈલ્સ આર્યન, સ્ક્રેપ ઈલેકટ્રોનિકસ ગુડ્સ, લોખંડના સળીયા, વિગેરે માલ ભરેલી કુલ ૩૫૮ ટ્રકો ઈ-વે બિલ વિના અને ભૂલ ભરેલા ઈ-વે બિલો સાથે ઝડપીહતી.
અને વેરો તથા દંડ પેટે એક વર્ષ દરમ્યાન રૂ.૩,૫૨ કરોડથી વધુની વસુલાત કરી હતી. ડીવીઝન ૧૦ની મોબાઈલ ચેકીંગ ટીમોની સૌથી સારી કામગીરી ગત ડિસેમ્બર ૨૦૧૮ દરમ્યાન રહી હતી અને આ એક જ માસમાં સૌથી વધુ ૪૩ ટ્રકો ઈ-વે બિલ વિના ઝડપી લઈ રૂ.૪૨ લાખનાં વેરો અને દંડની વસુલાત કરાઈ હતી. જયારે ડિવીઝન ૧૦ દ્વારા ગત માર્ચ ૨૦૧૯ દરમ્યાન પણ ૩૩ ટ્રકો ઝડપી હતી અને વેરો તેમજ દંડ પેટે રૂ.૬૨ લાખની વસુલાત કરી હતી.
આ ઉપરાંત રાજકોટ જી.એસ.ટી.ની ડિવીઝન ૧૧ની મોબાઈલ ચેકીંગ સ્કવોડ કે, જેનું કાર્ય ક્ષેત્ર આખુ કચ્છ અને જામનગર જિલ્લો છે. આ વિસ્તારમાં છેલ્લા એક વર્ષ દરમ્યાન ચેકીંગ કરી ડિવીઝન ૧૧ની ચેકીંગ ટીમોએ બ્રાસપાર્ટ, પ્લાયવુડ, પી.વી.સી. પાઈપો, સિરામીક, સેનેટરી વેર્સ, બેડશીટ અને કપાસની ગાંસડી તથા સ્ક્રેપ વેસ્ટ, ભરેલી કુલ ૪૬૩ ઈ.વે.બિલ વિનાની અને ભૂલ ભરેલા ઈ-વેબિલો સાથેની ટ્રકો ઝડપી લીધી હતી. અને એપ્રીલ ૨૦૧૮થી એપ્રીલ ૨૦૧૯ દરમ્યાન વેરો અને દંડ પેટે રૂ.૬.૨૯ કરોડની, વસુલાત કરી હતી.
ડિવીઝન ૧૯ની ચેકીંગ ટીમો દ્વારા પણ સૌથી સફળ કામગીરી ગત ડિસેમ્બર ૨૦૧૮ દરમ્યાન કરાઈ હતી. અને ઈ-વે બિલવિનાની ૮૦ ટ્રકો ઝડપી લીધી હતીને રૂ. ૫૮ લાખની વેરો અને દંડ પેટે વસુલાત કરી હતી.આ ઉપરાંત ડિવીઝન ૧૧ દ્વારા ચાલુ માર્ચ માસ દરમ્યાન ઈવે બિલ, વિનાની ૪૪ ગાડીઓ ઝડપી લીધી હતી અને વેરો તેમજ દંડ પેટે ‚ા.૭૦,૯૮ લાખની વસુલાત કરી હતી.