કચ્છ-જામનગર હાઈવે પરથી ઈ-વે બિલ વિનાની વધુ ૬ ટ્રકો ઝડપ લેવાઈ: વેરો -દંડ પેટે રૂ.૧૧,૮૫ લાખની વસુલાત
છેલ્લા કેટલાંક દિવસોથી ફરી સક્રિય બનેલા રાજકોટ-જી.એસ.ટી. વિભાગની મોબાઈલ ચેકીંગ સ્કવોડ દ્વારા રાજકોટ-મોરબી, કચ્છ અને જામનગર હાઈવે પરથી ધડાધડ ઈ.વે બિલ વિનાની જુદો જુદો માલ ભરેલી ટ્રકોને ઝડપી લઈ અને લાખો રૂના દંડ તથા વેરાની વસુલાત કરવામાં આવી રહી છે.
દરમ્યાન રાજકોટ જી.એસ.ટી. વિભાગની ડિવીઝન-૧૧ની ચેકીંગ ટીમો દ્વારા ગત શનિ-રવિ દરમ્યાન કચ્છ, સામખીયાળી અને જામનગર હાઈવે ઉપર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતુ.
આ ચેકીંગ દરમ્યાન ઈ.વે.મિલ વિનાની વધુ છ ટ્રકો ઝડપી લેવાઈ હતી. અને વેરો તથા દંડપેટે કુલ રૂ.૧૧,૮૫ લાખની વસુલાત કરાઈ હતી. આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ જામનગર હાઈવે પરતી ઈ.વે બિલવિનાની બ્રાસસ્ક્રેપની ટ્રકનાં ધારક પાસેથી રૂ.૧૮ હજાર અને ઈલેકટ્રોનિકસની ટ્રકના ધારક પાસેથી રૂ.૯૭ હજારનો વેરો અને દંડ વસુલ્યો હતો. આ ઉપરાંત કચ્છ-સામખીયાળી, હાઈવે ઉપરથી ઈ-વે બિલ વિનાની કોટન ભરેલી ટ્રકના ધારક પાસેથી રૂ. ૧,૯૯ લાખ તથા સોલાર પેનલ ભરેલી ટ્રકના ધારક પાસેતી રૂ.૨,૮૧ લાખ, અને સોયાબીન ભરેલી ટ્રકન ધારક પાસેથી વેરો અને દંડ પેટે રૂ. ૮૮ હજારની વસુલાત કરવામાં આવી હતી.