Rajkot : માર્કેટ યાર્ડમાં મગફળી અને કપાસની આવક શરૂ થઈ ગઈ છે. ત્યારે આજે યાર્ડમાં 35 હજાર ગુણ મગફળી અને 10 હજાર ભારી કપાસની આવક નોંધાય હતી. જેથી જણસીઓ ભરેલા વાહનોને માર્કેટયાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી ઉતરાઈ કરાવવામાં આવી હતી. તેમજ રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન જયેશ બોઘરા, ડિરેક્ટરઓ તેમજ સ્ટાફ દ્વારા આ ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી.
હાલ ખેડૂતોને કપાસ અને મગફળીના શું ભાવ મળી રહ્યા છે તે જાણો
જાણો કપાસના શું ભાવ મળ્યાં?
યાર્ડમાં આજે કપાસની આવક 4000 ક્વિન્ટલ થઈ હતી. આ સાથે જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મણ કપાસના ખેડૂતોને 1350 થી 1660 રૂપિયા ભાવ મળ્યા હતા. તેમજ ખેડૂતોને કપાસના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
મગફળીની આવક કેટલી થઈ?
કપાસની સાથે સાથે મગફળીની આવક થઈ રહી છે. ત્યારે ઝીણી મગફળીની આવક 6300 ક્વિન્ટલ અને જાડી મગફળીની આવક 4200 ક્વિન્ટલ થઈ હતી. આ દરમિયાન ભાવની વાત કરીએ તો, ઝીણી મગફળીના ભાવ 1000થી 1210 રૂપિયા અને જાડી મગફળીના ભાવ 930થી 1180 રૂપિયા મળ્યો હતો. તેમજ મહત્વનું છે કે, યાર્ડમાં સૌથી વધારે આવક મગફળીની થઈ છે. આ દરમિયાન યાર્ડમાં આજે ખાલી મગફળીની આવક જ 10 હજાર ક્વિન્ટલથી વધારે થઈ હતી. જેથી યાર્ડમાં મગફળીની રેલમછેલ જોવા મળી હતી.
જાણો ખેડૂતોને ઘઉંનો શું ભાવ મળ્યો?
આ સાથે યાર્ડમાં ઘઉંની આવક પણ થઈ છે. તેમજ યાર્ડમાં ટુકડા ઘઉંની આવક 400થી અને લોકવન ઘઉંની આવક 80 ક્વિન્ટલ થઈ છે. ભાવની વાત કરીએ તો ટુકડા ઘઉંનો ભાવ ખેડૂતોને 555થી 700 રૂપિયા અને લોકવન ઘઉંના 545થી 604 રૂપિયા એક મણના મળ્યાં હતાં.